1980 થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની 2208 મી બેઠક શિશુવિહાર પ્રાંગણમાં યોજાઈ - At This Time

1980 થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની 2208 મી બેઠક શિશુવિહાર પ્રાંગણમાં યોજાઈ


ભાવનગર 1980 થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની 2208 મી બેઠક શિશુવિહાર પ્રાંગણમાં યોજાઈ. બુધસભાના આદ્યસ્થાપક  શ્રી તખ્તસિંહજી પરમાર સાહેબના જન્મદિવસ પ્રસંગે મુંબઈના સુખ્યાત કવિ તથા ડોક્ટર શ્રી દિલીપભાઈ ઝવેરી આમંત્રિત મહેમાન તરીકે પધાર્યા હતા આ વિશેષ ઉપક્રમે કાર્યક્રમના દીપપ્રાગટ્ય કવિ શ્રી દાનભાઈ વાધેલા દવારા તથા સાહિત્યકાર  શ્રી દિલીપભાઈ ઝવેરી નું  પ્રા. ડૉ. શ્રી વિનોદભાઈ જોષીના વરદ હસ્તે શિલ્ડ , ખેસ અને સંસ્થા સાહિત્ય થી અભિવાદન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે શ્રી રાજેશભાઈ પંડ્યાએ દિલીપભાઈનો પરિચય તથા તેમણે રચેલ કવિતામા કવિની આંતરસુજ વિષયે પોતાના વિચારો રજૂ કર્યા હતાં.. ત્યારબાદ મહેમાન કવિ શ્રીએ પોતાની રચનાઓનુ પઠન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંકલન શ્રી હિમલભાઈ પંડ્યા તથા શ્રી દીપાબહેન જોષી દવારા  થયું આદરણીય તખ્તસિંહજીભાઈની જન્મ જયંતી પ્રસંગે  ઉપસ્થિત 35 થી વધુ કવિ કવિયત્રીઓ ને શ્રી તખ્તસિંહજી પરમાર પરિવાર તરફ થી પ્રસાદ આપવામાં આવ્યો હતો..

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.