જંગલેશ્વરમાં જુગાર ક્લબ પર દરોડો, 40 જુગારીની ધરપકડ - At This Time

જંગલેશ્વરમાં જુગાર ક્લબ પર દરોડો, 40 જુગારીની ધરપકડ


રાજકોટ રૂરલ LCB બાદ આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જુગાર ક્લબ પર મોટી કાર્યવાહી કરી છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. નામચીન મહિલાના વરલી જુગાર ક્લબ પર ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો છે. કુલ 40 જુગારીઓની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બે ફરાર છે. આરોપીઓ પાસેથી 3,44,100 સાથે કુલ 5,30,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.