બોટાદના ગઢડામાં પ્રિસાઈડીંગ ઓફિસર્સ, પોલીંગ ઓફિસર્સ અને પોલીંગ સ્ટાફ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન
કુલ 299 અધિકારીઓ અને કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતાધિકારનો ઉપયોગ કર્યો
બોટાદ જિલ્લાના ગઢડામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે ચૂંટણીમાં ફરજ બજાવતાં પ્રિસાઈડીંગ ઓફિસર્સ, પોલીંગ ઓફિસર્સ અને પોલીંગ સ્ટાફ સહિતના આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજવામાં આવ્યું હતું. ચૂંટણીમાં ફરજમાં રોકાયેલા પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંંગ ઓફિસર, મહિલા પોલીંંગ ઓફિસર સહિત કુલ 295 પોલીંગ સ્ટાફએ બેલેટ પેપરથી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમજ આવશ્યક સેવા સાથે સંકળાયેલ 4 કર્મચારીઓએ પણ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યુ હતું.
ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતું.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.