સાયલા તાલુકાના ઢીકવાળી ગામે એક જ સમાજમાં જુથ અથડામણ. - At This Time

સાયલા તાલુકાના ઢીકવાળી ગામે એક જ સમાજમાં જુથ અથડામણ.


સુરેન્દ્રનગરના વિસ્તારમાં મારામારીના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સૂત્રો પાસેથી માહિતી મુજબ સાયલા તાલુકાના ઢીકવાળી ગામે એક જ સમાજમાં જુથ અથડામણ થયું. જેમાં બે શખ્સોને સામાન્ય ઈજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલે ખસેડાયા. જ્યારે ઢીકવાળી ગામે સાત શખ્સો દ્વારા એક સંપ રાખી એક વ્યક્તિને માર મારવાની ઘટના સામે આવી. આ ઘટના અંગે ધજાળા પોલીસ સ્ટેશનને જાણ થતા સાત વિરુદ્ધ ગુનો નોંધી ત્રણ આરોપી ઝડપી પાડી હથિયાર બંધી જાહેરનામા નો ભંગ કર્યા બાબતે ધજાળા પોલીસે ગુનો નોંધ્યો.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.