બાલાસિનોરના નવગામાના ગરીબ કાર્ડ ધારકોને બે મહિનાથી સરકારી અનાજનો જથ્થો નથી મળ્યોની ગરીબોની હલ્લાબોલ - At This Time

બાલાસિનોરના નવગામાના ગરીબ કાર્ડ ધારકોને બે મહિનાથી સરકારી અનાજનો જથ્થો નથી મળ્યોની ગરીબોની હલ્લાબોલ


બાલાસિનોર તાલુકાના નવગામા ના ગરીબ રેશનકાર્ડ ધારકોને સરકારી અનાજનો જથ્થો મળ્યો નથી ના ગંભીર રજૂઆત નવગામાના
મહિલા સરપંચ શીતલબેન ચૌહાણ લેખિતમાં બાલાસિનોરના મામલતદાર સમક્ષ કરી હોવા છતાં પણ સરકારી અનાજનો જથ્થો કચાં ગયો ? આ તપાસોમાં દેખાડવામાં આવેલ ઉદાસીનતાઓ સામે નવગામાના ગરીબ રેશનકાર્ડ ધારકોએ હલ્લાબોલ જેવી રજૂઆત કરીને મહીસાગર જિલ્લા સત્તાધીશો ગરીબોના ગાયબ થયેલા સરકારી અનાજના જથ્થાને શોધવાની ઉંચ લાગણીઓ વ્યક્ત કરી હતી.

તાલુકાના નવગામા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શીતલબેન ચૌહાણ દ્વારા ગત ઓક્ટોમ્બર માસમાં જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારને ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આપવામાં આવતો સરકારી અનાજનો જથ્થો કાર્ડ ધારકોને મળ્યો નથી તેમજ આઈ.પી. ડી.એસ. કુપન ફિંગર પ્રિન્ટ લીધા બાદ ગ્રાહ કોને આપવામાં આવતી નથી અને ગરીબોના હકકનો સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવામાં આવતો હોવાની લેખિત રજૂઆતમાં સંભાવનાઓ પણ વ્યક્ત કરી હતી જો કે બાલાસિનોર સત્તાધીશોની તપાસ કરવાની ઉદાસીનતાઓ સામે નવગામા ગરીબ કાર્ડ ધારકો દ્વારા સરકારી અનાજના જથ્થાની પંચત રાખવાના આ સંચાલકના ખેલ સામે હલ્લાબોલ જેવી રજૂઆત કરતા વિધાનસભા ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાઈને સોશિયલ મીડિયામાં પણ ચમકયો છે !


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.