નિપુણ ભારત તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત નવી પાદરડી ક્લસ્ટર કક્ષાની વાર્તા લેખન અને કથન સ્પર્ધા યોજાઈ - At This Time

નિપુણ ભારત તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત નવી પાદરડી ક્લસ્ટર કક્ષાની વાર્તા લેખન અને કથન સ્પર્ધા યોજાઈ


જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર અને સમગ્ર શિક્ષા, પંચમહાલ પ્રેરિત તેમજ નવી પાદરડી સી.આર.સી.આયોજિત નિપુણ ભારત અંતર્ગત ક્લસ્ટર કક્ષાની વાર્તા લેખન અને કથન સ્પર્ધા જૂની પાદરડી પ્રા.શાળા ખાતે યોજવામાં આવી. નિપુણ ભારત તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 2020 નાં નવીન માપદંડો આધારે નવી પાદરડી ક્લસ્ટરની 15 જેટલી પ્રાથમિક શાળાઓના ધો.1 થી 8 ના બાળકોમાં વાર્તા કથન અને વાર્તા નિર્માણનું કૌશલ્ય વિકસિત થાય તે હેતુથી ત્રણ વિભાગ રચવામાં આવ્યા હતા. તમામ બાળકોએ ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લઈને પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. બાળકો સાથે માર્ગદર્શક શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને નિર્ણાયકો દ્વારા નિષ્પક્ષતાથી મૂલ્યાંકન કરી ત્રણે વિભાગમાં પ્રથમ વિજેતા નક્કી કર્યા હતા. સી.આર.સી.કો.ઓર્ડીનેટર પરિમલ એ.પરમાર દ્વારા વિજેતા તેમજ ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર સાથે પ્રોત્સાહિત ઈનામ ઉપસ્થિત આચાર્યો અને શિક્ષકોના હસ્તે આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.