ગુજરાત ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે સરકારનો મહત્વનો નિર્ણય, સબંધિત જિલ્લાઓમાં રજા જાહેર કરવામાં આવી - At This Time

ગુજરાત ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે સરકારનો મહત્વનો નિર્ણય, સબંધિત જિલ્લાઓમાં રજા જાહેર કરવામાં આવી


ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. ગુજરાત સરકારે આ બન્ને દિવસ રજા જાહેર કરી છે. વિધાનસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ગુજરાત સરકારે રજા જાહેર કરી છે.

1881ના વટાઉખત અધિનિયમ (1881ના 26માં)ની કલમ-25ના ખુલાસાને અનુસરીને ગુજરાત રાજ્યની સામાન્ય વિધાનસભાની ચૂંટણી સંદર્ભે 1 ડિસેમ્બર, 2022ના ગુરૂવારના રોજ પ્રથમ તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપીસ ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં મતદાન થશે.

જ્યારે બીજા તબક્કામાં 5 ડિસેમ્બર સોમવારના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર,પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં મતદાન થશે. 1 ડિસેમ્બર ગુરૂવાર અને 5 ડિસેમ્બર સોમવારના દિવસે સબંધિત જિલ્લામાં જાહેર રજા તરીકે જાહેર કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં 1 અને 5 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજાશે જ્યારે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon