હું ‘સાવજ’ અમરેલીનો, મતદાનમાં કેમ રહુ હું પાછળ, હાલો ભેરુ અમરેલી,આવ્યો છે અવસર લોકશાહીનો…. - At This Time

હું ‘સાવજ’ અમરેલીનો, મતદાનમાં કેમ રહુ હું પાછળ, હાલો ભેરુ અમરેલી,આવ્યો છે અવસર લોકશાહીનો….


અમરેલી, તા.૧૬ નવેમ્બર, ૨૦૨૨ (બુધવાર)  આગામી વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ના પ્રથમ ચરણનું મતદાન તા.૦૧ ડિસેમ્બરના રોજ થશે. અમરેલી જિલ્લામાં પ્રથમ ચરણના મતદાનની જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી અમરેલી જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. હું ‘સાવજ‘ અમરેલીનો, મતદાનમાં કેમ રહુ હું પાછળ, હાલો ભેરુ અમરેલી, આવ્યો છે અવસર લોકશાહીનો‘ થીમ પર યોજાયેલા મતદાન જાગૃત્તિ કાર્યક્રમમાં મતદાન માટેની જાગૃત્તિ પ્રસરાવતા મેસ્કોટ (શુભાંકર) ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. ઓબ્ઝર્વર એક્સેસીબીલીટી શ્રી. ડી.એન. મોદી,   જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી-વ-જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિજય પટણી, જિલ્લા અધિક કલેક્ટર અને મેન પાવર મેનેજમેન્ટ અધિકારી વાળા,  સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટર અને SVEEP નોડલ અધિકારી સુશ્રી પૂજા જોટાણીયા, નાયબ માહિતી નિયામક  ડૉ.ડી.જે. છાટબાર અને ચૂંટણી શાખા સહિતના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.