રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હોદ્દાનો દુરૂપયોગ કરી આયુષ્યમાન કાર્ડ મેળવનાર ક્લાસ-2 અધિકારી સામે ગાંધીનગરથી તપાસના આદેશ છૂટ્યા - At This Time

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હોદ્દાનો દુરૂપયોગ કરી આયુષ્યમાન કાર્ડ મેળવનાર ક્લાસ-2 અધિકારી સામે ગાંધીનગરથી તપાસના આદેશ છૂટ્યા


રાજકોટ સિવિલ હોસ્પિટલના નર્સિંગ વડા હિતેન્દ્ર જાખરીયાએ ગરીબ અને સામાન્ય વર્ગના લોકો માટે સરકારે શરૂ કરેલ મફત સારવાર યોજના એટલે કે આયુષ્યમાન કાર્ડની યોજનાનો લાભ લઇ આખા પરિવારનું આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું હતું. જે મામલે વિવાદ થયા પછી તપાસ સમિતિ રચાઇ હતી. આ અંગે હવે ગાંધીનગરથી તપાસના આદેશ છૂટ્યા છે. આરોગ્ય કમિશનરે રાજકોટ મનપાના મુખ્ય આરોગ્ય અધિકારીને આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી રિપોર્ટ ગાંધીનગર મોકલવા આદેશ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.