જન શિક્ષણ સંસ્થાન સાબરકાંઠા દ્વારા 15 નવેમ્બર 2022 ના રોજ જોડકમ્પા ખાતે ઉજવાયો જનજાતીય ગૌરવ દિવસ. કૌશલ્યવિકાસ અને ઉદ્યોગ સાહસિકતા
જન શિક્ષણ સંસ્થાન સાબરકાંઠા દ્વારા 15 નવેમ્બર 2022 ના રોજ જોડકમ્પા ખાતે ઉજવાયો જનજાતીય ગૌરવ દિવસ.
કૌશલ્યવિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય , નવી દિલ્હી , ભારત સરકારના માર્ગદર્શન હેઠળ જન શિક્ષણ સંસ્થાન સાબરકાંઠા દ્વારા 15 નવેમ્બર 2022 ના રોજ જોડકમ્પા ખાતે ભગવાન બિરસામુંડાની જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં દેશની આઝાદીના ઇતિહાસમાં આદિવાસી સમુદાયના યોગદાનને યાદ કરી બિરસામુંડા દ્વારા અંગ્રેજી હકુમત સામે ધર્માંતરણ, શોષણ અને અન્યાય સામે આદિવાસીઓને સંગઠિત કરી વિરોધ કર્યો અને તેમના હિતોનું રક્ષણ કર્યું. આજે એમના જીવન સંઘર્ષમાંથી આપણી પૌરાણિક સંસ્કૃતીને સાચવવાની જવાબદારી આપણી સૌની છે અને એના માટે સહિયારી જવાબદારી નિભાવવાની રહેશે.આ કાર્યક્રમમાં જોડકંપા વિસ્તારના ત્રીસ જેટલા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન જન શિક્ષણ સંસ્થાન સાબરકાંઠાના ડાયરેક્ટર અહમદભાઈ મનસુરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ અને રિસોર્સ પર્સન દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.