પત્રકાર દિવસે પત્રકારોને બિરદાવતા પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી. લોકશાહીમાં મીડિયાને ચોથી જાગીર કહેવામાં આવે છે - At This Time

પત્રકાર દિવસે પત્રકારોને બિરદાવતા પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી. લોકશાહીમાં મીડિયાને ચોથી જાગીર કહેવામાં આવે છે


પત્રકાર દિવસે પત્રકારોને બિરદાવતા પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી. લોકશાહીમાં મીડિયાને ચોથી જાગીર કહેવામાં આવે છે રાજ્ય અને પ્રજા વચ્ચે સંવાદિતાના અવિરત પ્રવાહો પહોંચાડનારા તેમજ સત્ય નિષ્ઠા અને પ્રમાણિકતાની સમાજને જાગૃત કરતા લોકશાહીના આધાર સ્તંભ સાથે સંકળાયેલા દરેક પત્રકાર મિત્રોને રાષ્ટ્રીય પત્રકાર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પત્રકારોએ પોતાની અને પોતાના પરિવારજનોની ચિંતા કર્યા વગર રાત દિવસ જોયા વગર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સેવા સુરક્ષા સમય અને યોગદાન આપેલ છે તેમણે પોતાના જીવનને દાવ પર લગાવીને સેવા યજ્ઞના રૂપમાં નિસ્વાર્થ ભાવે માનવસેવા યજ્ઞમાં કોરોનાને કાબુમાં રાખવા સેવાકિય આહુતિ આપીને રાષ્ટ્રની સેવામાં છેવાડાના આંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારના ગરીબ લોકોની ખેવના કરી સહાનુભૂતિ નો સંવેદનશીલતાનો અહેસાસ કરાવી તેવા ચોથા જાગીર ના આધાર સ્તંભ સાહિત્ય સંશોધન અને અવાજનો સંગમ સાહસિક નીડર અને નિષ્પક્ષ પત્રકારોએ ખુબ જ સરાહનીય કામગીરી કરી છે જે ખરેખર અભિનંદન ને પાત્ર છે પત્રકાર એ પ્રજાની આંખ અને કાન છે ચોથી જાગીર પત્રકાર એ સ્વતંત્રતાનો રસિક છે અને જગતની મહાસત્તા છે પ્રજા જીવનની એ પારાશીશી છે જેઓ પોતાનું કર્તવ્ય સંપૂર્ણ નિષ્ઠાથી બતાવી રહ્યા છે તેવા પત્રકારો રાષ્ટ્ર સેવાની ભાવનાથી સમાજ માટે કામ કરનારા રીયલ હીરોઝ છે પત્રકારોની કામગીરી થી રાષ્ટ્ર સેવા ભાવનાના અભિગમથી રાષ્ટ્રનો સમુદાય દિવ્ય ભવ્ય શોર્યભર્યો ઈતિહાસ થકી ગૌરવ અનુભવશે.પત્રકારોની હત્યા કરવી તે પ્રેસ સેન્સરશિપનો સૌથી બિહામણો પ્રકાર છે ભારતના પત્રકારત્વનો વ્યવસાય જોખમી બની ગયો છે કોઈપણ પત્રકાર સરકારી સ્તરે ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરવાની પોતાની ફરજ બજાવે છે ત્યારે તેના માથે મોત ગમતું હોય છે પત્રકારો જાન હથેળીમાં લઈને પોતાની ફરજ બતાવતા હોય છે તેઓ ગમે ત્યારે માફિયાઓનો શિકાર બની જાય છે પત્રકારો નો વ્યવસાય ભારોભાર જોખમોથી ભરેલો છે પણ સાચા પત્રકારો જોખમ ઉઠાવીને પણ પોતાનું કર્તવ્યઅદા કરવાનો સંતોષ માને છે નખ શીખ પત્રકારોને સ્થાપીત હિતો ધિક્કારે છે પણ વાચકો માન આપે છે કર્તવ્ય પરાયણ પત્રકારોને કારણે રાજકારણીઓ અને સરકારી અમલદારો ભ્રષ્ટાચાર કરતા ડરે છે સાચો પત્રકાર મોતથી ડરતો નથી પણ માથે કફન બાંધીને ફરે છે રાષ્ટ્રીય પત્રકાર દિવસે સંનિષ્ઠ પત્રકારોને પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદ વાલાણીના વંદન સાથે અભિનંદન પાઠવવા આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.