શહેરામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તખતસિંહ સોલંકી ના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ
પંચમહાલ શહેરા
ગુજરાતમા વિધાનસભાની ચુટણી યોજાવાની છે,શહેરા તાલુકામાં પણ ચુટણીને લઈ રાજકીય માહોલ જોવા મળ્યો હતો જેમા ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કામગીરી શરુ કરી દેવામા આવી રહી છે જેમા શહેરા વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તખતસિંહ રવેસિંહ સોલંકી દ્વારા ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ.શહેરા સેવાસદન ખાતે ચુંટણી અધિકારીને પોતાનુ ફોર્મ સુપરત કર્યુ હતુ.ઉમેદવારી ફોર્મ ભરવા માટે સેવા સદન ખાતે સમર્થકો ની સાથે આવી પહોંચ્યા હતા
પંચમહાલ જીલ્લામા ચુટણીનો માહોલ જામ્યો છે. શહેરા વિધાનસભા મતવિસ્તાર માટે પણ યોજાનારી ચુટણીને લઈને રાજકીય પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે.જ્યારે આમ આદમી પાર્ટીએ તખતસિંહ સોલંકી ને મેન્ડેટ આપવામા આવ્યુ છે. આપ આદમી પાર્ટીના ઉમેદવાર તખતસિંહ સોલંકી એ તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ.
અને સેવા સદન ખાતે ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.