ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨
બોટાદ જિલ્લામાં ભરાયેલા કુલ-૪૨ ઉમેદવારી પત્રકોમાંથી ૨૬ ઉમેદવારી પત્રકો માન્ય : ૧૬ ઉમેદવારી પત્રકો અમાન્ય ઠર્યા
૧૦૬- ગઢડા વિધાનસભામાં ચકાસણી દરમિયાન ૧૪ ઉમેદવારી પત્રકોમાંથી ૦૬ ઉમેદવારી પત્રકો માન્ય ઠર્યા
૧૦૭-બોટાદ વિધાનસભામાં ચકાસણી દરમિયાન ૨૮ ઉમેદવારી પત્રકોમાંથી ૨૦ ઉમેદવારી પત્રકો માન્ય
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી છે. ત્યારે આજે તા.૧૫ નવેમ્બર,૨૦૨૨ ના રોજ બોટાદ જિલ્લામાં ભરાયેલા કુલ-૪૨ ઉમેદવારી પત્રકોમાંથી ૨૬ ઉમેદવારી પત્રકો માન્ય ઠર્યા છે. જ્યારે ૧૬ ઉમેદવારી પત્રકો અમાન્ય ઠર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૦૬- ગઢડા વિધાનસભામાં ચકાસણી દરમિયાન ૧૪ ઉમેદવારી પત્રકોમાંથી ૦૬ ઉમેદવારી પત્રકો માન્ય ઠર્યા છે. જ્યારે ૦૮ ઉમેદવારી પત્રકો અમાન્ય ઠર્યા છે. આમ આજની સ્થિતિએ સંભવિત ઉમેદવારોની સંખ્યા ૦૬ છે. તેવી જ રીતે ૧૦૭-બોટાદ વિધાનસભામાં ચકાસણી દરમિયાન ૨૮ ઉમેદવારી પત્રકોમાંથી ૨૦ ઉમેદવારી પત્રકો માન્ય ઠર્યા છે. જ્યારે ૦૮ ઉમેદવારી પત્રકો અમાન્ય ઠર્યા છે. આમ આજની સ્થિતિએ સંભવિત ઉમેદવારોની સંખ્યા ૨૦ છે.
ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તા.૧૭ નવેમ્બર, ૨૦૨૨ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો આ તારીખે બપોરે ૩-૦૦ કલાક પહેલા પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી શકશે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.