સાબરકાઠામાં વિધાનસભાનીચૂંટણીને અનુલક્ષીને ચુંટણી સાથે સંકળાયેલા અધિકારી અને કર્મચારીઓની તાલીમ યોજાઇ
સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ને અનુલક્ષીને હિંમતનગરની હિંમત હાઇસ્કૂલ ખાતે ચુંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમ યોજાઇ હતી. જિલ્લામાં નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તેમજ દરેક મતદાર તેના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવા તમામ પ્રયત્નો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી હિતેષ કોયાના માર્ગદર્શનમાં જિલ્લા વહિવટી તંત્ર દ્રારા કરવામાં આવી રહ્યા છે.
આ તાલીમમાં વિધાનસભાની ચૂંટણીઓ વખતે ચુંટણી અધિકારીઓ અને કર્મચારીઓના કર્તવ્યો, કામગીરી અને ધ્યાનમાં રાખવાની બાબતો અંગે જણાવાયું હતું. આ ઉપરાંત વોટીંગનાં દિવસે ભરવાના થતાં જરૂરી ફોર્મ અંગે જાણકારી આપી હતી. મતદાનના દિવસે તમામ દરજ્જાના અધિકારીઓની ફરજ અંગે જણાવ્યું હતું. આ તાલીમ વર્ગમાં વૈધાનિક બાબતોની ખુબ ઝીણવટભરી જાણકારી આપવામાં આવી હતી.
આ તાલીમ વર્ગમાં હિંમતનગર પ્રાંત અધિકારીશ્રી અનિલ ગોસ્વામીએ ઉપસ્થિત રહી તમામ સુવિધાઓનું નિરીક્ષણ કરી ખુબજ હકારાત્મક અભિગમ સાથે તમામ ને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત તાલીમમાં ઈ.વી.એમ મશીન તેમજ VVPAT નું નિદર્શન રાખવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.