તમારો છોકરો પાળી પર કેમ ચડયો કહી મહીલાને બે શખ્સોએ માર માર્યો
સરદાર ચોક પાસે આવેલ ઈસ્કોન રેસીડેન્સીમાં રહેતા હેતલબેન જીતેન્દ્રભાઈ બગીયા (કોળી) (ઉ.વ.32) ગત રોજ સાંજે 6 વાગ્યે ઘરે હતાં. ત્યારે તેની પડોશમાં રહેતા અજાણ્યા બે શખ્સોએ ઝઘડો કરી ઢીકાપાટુનો મારમારતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં અત્રેની સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતાં. વધુમાં ઈજાગ્રસ્ત હેતલબેને જણાવ્યું હતું કે ગત રોજ મારો પુત્ર પાણીની લાઈન પાસે રમતો હોઈ ત્યારે પડોશીએ તમારા છોકરો લાઈન પરથી પાસે જવો જોઈએ નહી તેવું કહીને ઝઘડો કરી મારમાર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.