૨૮- ઇડર વિધાનસભા માટે ઉમેદવાર તેમના નામની દરખાસ્ત ૧૭મી નવેમ્બર ૨૦૨૨ સુધી મોકલી શકશે - At This Time

૨૮- ઇડર વિધાનસભા માટે ઉમેદવાર તેમના નામની દરખાસ્ત ૧૭મી નવેમ્બર ૨૦૨૨ સુધી મોકલી શકશે


સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ૨૮ ઇડર વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણીની નોટીસ તા.૧૦/૧૧/૨૦૨૨ ના રોજ પ્રસિધ્ધ કરેલ છે. જે અનુસાર આ વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા. ૧૦/૧૧/૨૦૨૨થી તા. ૧૭/૧૧/૨૦૨૨ સુધી  કામકાજના દિવસો દરમિયાન સવારના ૧૧-૦૦ કલાકથી બપોરના ૩-૦૦ કલાક દરમિયાન ચૂંટણી અધિકારી, ૨૮ ઇડર વિધાનસભા મતદાર વિભાગ  અને પ્રાંત અધિકારી, ઇડર પ્રાંત કચેરી ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને મામલતદાર ઇડર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.(૧૮/૧૧/૨૦૨૨)  શુક્ર્વારના રોજ ૧૧-૦૦ કલાકે હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પત્રો તા. ૨૧/૧૧/૨૦૨૨ (સોમવાર)ના રોજ બપોરના ૩-૦૦ કલાક પહેલા પાછા ખેંચી શકાશે. મતદાન કરવાનું થશે તો તા. ૫/૧૨/૨૦૨૨ના રોજ સવારના ૮-૦૦ કલાક થી સાંજના ૫-૦૦ કલાક દરમિયાન કરવામાં આવશે. એમ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી ઇડરની એક અખબારી યાદીમાં જણાવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.