વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ - At This Time

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨


સાબરકાંઠા જિલ્લામાં SMS  અને સોશિયલ મીડિયાના દૂરઉપયોગ અંગે ફરિયાદ નોંધાવવા માટે ફોન નં. ૦૨૭૭૨ ૨૪૧૩૦૩ પર સંપર્ક કરવો

---

     વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને લઈ સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલી છે અને વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં બીજા તબક્કામાં તા. ૦૫ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ મતદાન થશે.

 

    વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને લઈને જિલ્લામાં સ્વતંત્ર, ભયમુક્ત અને નિષ્પક્ષ મતદાન થાય તે હેતું માટે  SMS  અને Social media નો દૂર ઉપયોગ ના થાય તે માટેના નોડલ ઓફિસરની નિમણૂક કરાઈ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આચાર સંહિતા ભંગ અંગે માહિતી આપવા માટે જાહેર જનતા માટે જિલ્લા કક્ષાએ ફરિયાદ માટે કંટ્રોલરૂમ શરૂ કરાયો છે જેના નોડલ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.પી. ડોડિયા છે. તેમનો (મો).નં. ૯૮૯૮૯૧૪૨૧૨ તથા લેન્ડ લાઇન  નં. ૦૨૭૭૨-૨૪૧૩૦૩ પર નાગરિકો  ટેલીફોનિક ફરિયાદ નોંધાવી શકે છે, તેમ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.