66-ટંકારા બેઠક ઉપરથી ફરી મોહન કુડારીયા કમળ પર ચુંટણી લડશે? - At This Time

66-ટંકારા બેઠક ઉપરથી ફરી મોહન કુડારીયા કમળ પર ચુંટણી લડશે?


મેદાનમાં કુદા કુદ કરતા મુરતિયાએ એકસંપ સાથે કુંડારીયા ને લડાવવા સહમતી આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો.

સેન્સ લેવા આવેલાં નિરીક્ષકો એ નોંધ લિધી આ મુદો મુરતિયા માટે મુશિબત અને મોહનભાઇ માટે મોકળુ મેદાન બની રહશે.

ચુંટણી હવે ઉબરે આવી ઉભી છે અને દેશ વિદેશમાં ઋષિની પાવન ભૂમિથી ખ્યાતનામ ટંકારા હાલે રાજકીય નેતાની નાનકડી વાતથી ચર્ચમાં આવ્યુ છે વાત જાણે એમ છે કે બે દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબી જિલ્લાની ૩ બેઠક માટે સેન્સ પ્રકિયા હાથ ધરી હતી જેમા લોક સેવા માટે રીતસરની લાઈનો લાગી હતી. મોરબી વાકાનેર તો મુરતિયાઓએ પોતાના માટે અને ખુદ કાબીલ અને જીતી શકે એવા સક્ષમ ઉમેદવાર હોવાનું ખોંખારો ખાઈને માગણી કરી નાંખી પરંતુ ટંકારા બેઠક પરથી વર્ષોથી લોકસેવા માટે થનગની રહેલ ૨૦ જેટલા ઉમેદવારોએ એકીસંપ રાખી પાચ પાચ ટમ પ્રજાના સેવક રહેલા મોહન કુંડારીયા ઉપર કમળનું કળશ ઢોળવા જણાવી દેતા ભારે ચકચાર જાગી છે. આ બધી વાતો સેન્સ લેવા આવેલા નિરીક્ષકો સમક્ષ થતા જાણકારો આને જબરી વાત પણ માને છે.

રાજકિય વર્તુળોમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે અને પોતાના નામની ભલામણ કરાવવા મથામણ કરતા નેતાઓને ઉલટું કરવું પડયાનુ અગત સુત્રોના હવાલાથી જાણવા મળ્યું છે. ત્યારેતો મુરતિયાઓએ મનકળવા નથી દિધું પણ પાછળથી પસ્તાવો કરી બળતરા કરતા હોવાની ચૌમેરથી ચર્ચા જાગી છે. બીજી તરફ મહારથી મોહનલાલે પણ માસ્ટર સ્ટ્રોક ખેલી બાજી એના હાથમાં લઈ ગયા છે સૌની સહમતી હોય એટલે આ બેઠક ઉપર હવે એના ધાર્યા ઉમેદવાર મેદાનમાં ઉતરશે એમાં કોઈ બિજો મત નથી.

બિજી તરફ મોટા ગજાના નેતાએ જણાવ્યું હતું કે આ વખતે મોહન કુંડારિયા પોતે પણ મેદાનમાં ઉતરી શકે છે આ અંગે કુડારીયાનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો પરંતુ વાત થઈ શકી ન હતી જો અમારા સુત્રોનું માની તો આ બેઠક દિગ્ગજ હોદો ધરાવતા મહિલા નેતાના ફાળે જશે. જે ટુકજ સમયમાં દુધની માફક ધોળું થઈ જશે પરંતુ ઉમેદવારી માટે મથતા મુરતિયા હાલે મુજવણમા ૧૦૦% મુકાયા છે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.