સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે
ગ્રોમોર ઇન્સ્ટિટ્યૂટની પાછળ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો માટે સમાજવાડીનું ખાતમુર્હુત કરાયું, સાંસદ દીપસિંહ રાઠોડ અને ભુપેન્દ્રસિંહ ઝાલા રહ્યા હાજર
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોનું લાંબા સમયથી સપનું હતુ કે ક્ષત્રિય ઠાકોર સમાજની એક સમાજવાડી બને.... ત્યારે ભાજપના કાર્યકર અને BZ ગૃપના સી.ઇ.ઓ ભુપેન્દ્રસિંહ ઝાલાએ ગ્રોમોર ઇન્સ્ટિટ્યૂટની પાછળ સમાજના લોકો માટે ચાર એકર જમીન લઈને એક ભવ્ય સમાજવાડી બનાવવાની આજથી શરૂઆત કરી છે...આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોની હાજરીમાં સાબરકાંઠા જિલ્લા સાંસદ દીપસિંહ રાઠોડના હસ્તે આ સમાજવાડીના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું... ભાજપ કાર્યકર ભુપેન્દ્રસિંહ ઝાલાએ એક વર્ષની અંદર ભવ્ય સમાજ વાડી બની જશે તેવો આશાવાદ પણ આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો....
અશોકભાઈ નાઈ ગાંભોઈ હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.