માળીયા હાટીનામાં પૂ.જલારામ જ્યંતી સાદગીભરી ઉજવણી
મોરબી ખાતે સર્જાયેલ દુઃખદ અસ્માતની ઘટનાને ધ્યાને રાખી માળીયા હાટીના સંત શિરોમણી પૂ.જલારામ બાપાની જન્મ જ્યંતી ઉજવણીના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવેલ છે. જ્યારે લોહાણા મહાજન વંડી ખાતે રાબેતા મુજબ પ્રસાદી સિવાય ના તમામ કાર્યક્રમો બંધ રાખેલ છે આમ પૂ.જલારામ બાપાની જ્યંતી સાદગીપૂર્વક ઉજવણી કરવાનું મહાજનના મોભીઓ દ્વારા નક્કી કરવામાં આવેલ છે...
આમ માળીયા હાટીના લોહાણા મહાજન દ્વારા મોરબી ખાતે સર્જાયેલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગત આત્માને પ્રભુ શાંતિ અર્પે અને ઇજાગ્રસ્તોને જલ્દી સાજા કરે. તેવી પ્રાર્થના કરવામાં આવેલ તેવી યાદી માળીયા હાટીના લોહાણા મહાજન પ્રમુખ પ્રવીણભાઈ ખોડા, તથા ઉ.પ્રમુખ પ્રવીણભાઈ કારિયા એ એક યાદીમાં જણાવેલ છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.