મોરબીના ઝૂલતા બ્રીજનું રીનોવેશન કામ કર્યું તે એજન્સીએ પાલિકાને ફિટનેસ સર્ટિફિકેટ નહોતું આપ્યું - At This Time

મોરબીના ઝૂલતા બ્રીજનું રીનોવેશન કામ કર્યું તે એજન્સીએ પાલિકાને ફિટનેસ સર્ટિફિકેટ નહોતું આપ્યું


મોરબીના ઝૂલતા બ્રીજનું રીનીવેશન કામ કર્યું તે એજન્સીએ પાલિકાને ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કર્યું નહોતું અને ઝૂલતા બ્રીજનો ઉપયોગ શરૂ કરી દિધો હોવાની સૂત્રો તરફથી વાત સામે આવી રહી છે. જો નગરપાલિકાને ફિટનેસ સર્ટીફીકેટ ના આપવા છતાં પણ આ બ્રિજ પર લોકોને જવા દેવામાં આવ્યા તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે.

 

150થી વધુ લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે. પ્રત્યક્ષ દર્શીઓના મુજબ હજુ મૃત્યુ આંક વધી પણ શકે છે. કેન્દ્ર સરકારે પણ સહાયની જાહેરાત કરી દીધી છે. ખાસ કરીને રાજ્ય સરકારના મંત્રીનો બ્રિજેશ મેરજાનો દાવો છે કે, 35 લોકોના મોત થયા છે. મોરબીથી આ પ્રકારની દુર્ઘટના સામે આવતા જ અરેરાટી વ્યાપી ગઈ છે.

રાજ્ય સરકારે પણ પુષ્ટિ સત્તાવાર રીતે કરી છે 70 થી વધુ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમ કરી છે. જોકે આંકડો મૃત્યુનો વધી શકે તેવી પણ શક્યતા છે. 
મોરબીમાં બ્રિજ પડવાથી 35ના મોત થયા હોવાની વાત સામે આવી છે. 70ને બહાર કઢાયા, CM અને ગ્રુહમંત્રી રૂબરૂ થોડીવારમાં પહોંચશે.

સી.એમ. ભૂપેન્દ્ર પટેલે મોરબીની દુર્ઘટના વડાપ્રધાન સાથેનો આગળનો કાર્યક્રમો ટૂંકાવીને ગાંધીનગર પહોંચ્યા હતા. તેઓ પણ રૂબરૂ પહોંચશે. ગૃહ રાજ્ય મંત્રીને ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય માટે માર્ગદર્શન આપવા માટે કહેવામાં આવ્યું છે. એસડીઆરએફ સહિતની ટુકડીઓ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વિટ કરીને મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, લોકોને બચાવી હોસ્પિટલ સુધી લઈ જઈ જવામાં આવી રહ્યા છે. જે લોકોના મૃત્યુ થયા છે તે ખરા અર્થમાં અનુકંપા જન્માવે તેવી છે અને તેનું ખૂબ જ દુઃખ લોકો અનુભવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.