બોટાદ ના સમઢીયાળા મંદબુદ્ધિ સેવાશ્રમ ના ૭૫ ભાઇ બહેનોને ગરમ વસ્ત્રો અને ફરસાણ વિતરણ કરાયું
ગઇ કાલે લાભ પાંચમ ના પવિત્ર દિવસે વિક્રમ સવંત ૨૦૭૯ ના નવા વર્ષમા બોટાદના સમઢીયાળા ગામે આવેલ માનવ મંદ બુદ્ધિ સેવાશ્રમ માં રહેતા ૭૫ દિવ્યાંગ ભાઈઓ બહેનોને, દીપકભાઈ એમ શાહ (દિયા ડેવલોપર) અને અબ્દુલભાઈ તથા ઈકબાલભાઈ (મુકંદર સાયકલ સ્ટોર્સ)તરફથી ગરમ વસ્ત્રો અને ફરસાણ વિતરણ દરમ્યાન મહાજન પાંજરાપોળ પ્રમુખ મનીષભાઈ ગાંધી તથા નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇ ટી સેલ ના હોદેદારો સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રૂપાભાઈ રાઠોડ જિલ્લા પ્રમુખ સામતભાઈ જેબલિયા વિધાનસભા પ્રમુખ મયૂરસિંહ ભાટી અને બોટાદ જિલ્લા ભાજપ મંત્રી અશોકભાઈ સમ્રાટ શહેર ભાજપ ઉપપ્રમુખ ભોળાભાઈ રબારી વિગેરે વિગેરે સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેલ.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.