જાહેર માર્ગ બંધ કરવા તથા વાહનોના ટ્રાફિકને ડાયવર્ટ કરવાની આવશ્યકતાને લક્ષમાં લઇને બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું - At This Time

જાહેર માર્ગ બંધ કરવા તથા વાહનોના ટ્રાફિકને ડાયવર્ટ કરવાની આવશ્યકતાને લક્ષમાં લઇને બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું


ગઢડા ગોપીનાથજી દેવ મંદિર દ્વારા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીમાં મોટી સંખ્યામાં જનમેદની એકઠી થવાની પુરેપુરી સંભાવના છે. જેથી વાહનોની ટ્રાફિક સમસ્યા નિવારવા અને માર્ગ અકસ્માત અટકાવવા તેમજ લોકોને વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે નીચેની વિગતે જાહેર માર્ગ બંધ કરવા તથા વાહનોના ટ્રાફિકને ડાયવર્ટ કરવાની આવશ્યકતાને લક્ષમાં લઇને બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લામાં નીચે મુજબના રસ્તા ઉપર વાહનોને પસાર થવાનો હુકમ ફરમાવ્યો છે.

ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ પ્રવેશ માટે બોટાદના જાંપાથી ટાવરચોક - ગોપીનાથજી દેવ મંદિર – શાક માર્કેટ થઇ અક્ષર પુરૂષોત્તમ મંદિર સુધીના વાહનનોની અવર-જવર માટે આ રૂટ માત્ર પ્રવેશ માટે એકમાર્ગીય (વન-વે) કરવો જરૂરી જણાય છે, ગઢડા અક્ષર પુરૂષોત્તમ મંદિરથી ગઢડા શહેરમાં આવવા માટે ઘેલો નદીનો પુલ – જીનનાકા – હાઇસ્કુલ ચાર રસ્તા થઇ અંદર પ્રવેશે તેમ રૂટ ડાયવર્ટ કરવો જરૂરી જણાય છે.

તેવી જ રીતે નિષેધ માટે અક્ષર પુરૂષોત્તમ મંદિરથી ગઢડા શહેરમાં ગોપીનાથજી દેવ મંદિર તરફ અવર-જવર કરતા વાહનોને શાકમાર્કેટ ગેઇટથી ગઢડા શહેર તરફ પ્રવેશ નિષેધ કરવો જરૂરી જણાય છે. ગઢડા હાઇસ્કુલ ચાર રસ્તાથી ગોપીનાથજી દેવ મંદિર તથા લક્ષ્મીવાડી તરફ જવાના માર્ગ પર ભારે વાહનો ઉપર હાઇસ્કુલ ચાર રસ્તાથી પ્રવેશ નિષેધ કરવો જરૂરી છે.

આ જાહેરનામું તા.૨૭/૧૦/૨૦૨૨ સવારના ૦૮:૦૦ કલાક થી તા.૦૪/૧૧/૨૦૨૨ ના ૨૦:૦૦ કલાક સુધી અમલમાં રહેશે.આ હુકમ / જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે ફરજ પરના કોઇપણ હેડ-કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.