વિસાવદર એસ.ટી. બસસ્ટેન્ડના શૌચાલયો ચાલુ કરો:ટિમગબ્બર ની માંગ - At This Time

વિસાવદર એસ.ટી. બસસ્ટેન્ડના શૌચાલયો ચાલુ કરો:ટિમગબ્બર ની માંગ


વિસાવદર એસ.ટી. બસસ્ટેન્ડના શૌચાલયો ચાલુ કરો:ટિમ ગબ્બર

વિસાવદર તા.ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીએ વાહન વ્યવહાર મંત્રી, મુખ્યમંત્રી,ટ્રાફિક કન્ટ્રોલર,જુનાગઢ, કલેક્ટર,જુનાગઢ વિગેરેને લેખિતમાં રજુઆત કરી જણાવેલ છે કે, વિસાવદર એસ.ટી.બસ સ્ટેન્ડમાં સમારકામ ચાલુ હોવાથી છેલ્લા ઘણા સમયથી બસ સ્ટેન્ડની અંદર આવેલા શૌચાલયો બંધ કરી દેવામાં આવેલ છે જે આજદિન સુધી ચાલુ કરવામાં આવેલ નથી અને તેના કારણે બહેનો,દીકરીઓ,માતાઓને ખૂબ જ અગવડતા પડે છે તેવી જ રીતે પુરુષો માટેના શૌચાલયો પણ રિપેરીંગના કારણે બંધ કરવામાં આવેલ હોય અને પ્રજાને જાહેરમાં શૌચ ક્રિયા કરવા મજબૂર બનવું પડતું હોય અને સ્ત્રીવર્ગને શૌચાલય ન હોવાથી ખૂબ મોટી અગવડતા ઉભી થયેલ છે અને હાલ દિવાળીના તહેવારોના કારણે એસ.ટી.વિભાગને ખૂબ જ મોટી ટ્રાફિકની આવક હોવા છતાં આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતુંનથી.એક તરફ સરકાર સ્વચ્છ ભારતનું નિર્માણ કરવાની તથા હર ઘર શૌચાલયની ગુલબાંગો ફેકતી હોય ત્યારે વિસાવદર એસ. ટી.બસ સ્ટેન્ડમાં આવુ જિદ્દી અને જક્કી વલણ શા માટે તેવો પણ પ્રશ્ન લોકોમાં ઉઠવા પામેલ છે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.