દિવાળીએ ચોપડાપૂજન કર્યા બાદ તુરંત જ વેપારીઓએ ઉત્થાપન કરી લીધું - At This Time

દિવાળીએ ચોપડાપૂજન કર્યા બાદ તુરંત જ વેપારીઓએ ઉત્થાપન કરી લીધું


બીએપીએસ મંદિર, દુકાન, શો-રૂમમાં ચોપડાપૂજન થયું, સામૂહિક ભોજન પ્રસાદ લઇ દીપાવલી પર્વની ઉજવણી કરી

ધર્મેન્દ્ર રોડ, સોની બજાર, પેલેસ રોડ ખાતે વેપારીઓએ સાંજે પૂજા કરવાની પરંપરા જાળવી

સોમવારે દિવાળીના દિવસે ચોપડાપૂજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ચોપડાપૂજન બાદ બીજા દિવસે તેનું ઉત્થાપન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે ગ્રહણને કારણે ચોપડાપૂજન બાદ તુરંત જ ઉત્થાપન કરી લેવામાં આવ્યું હતું. શાસ્ત્રી રાજદીપ જોશીના જણાવ્યાનુસાર 60 ટકા વર્ગ હજુ એવો છે કે, જે સાંજના સમયે જ ચોપડાપૂજન કરે છે. જ્યારે જે દીપાવલી- નવા વર્ષની ઉજવણી બહાર ગામ જઇને કરતા હોય છે તેમને ધનતેરસે અથવા તો દિવસના શુભ મુહૂર્તમાં જ પૂજન કરી લીધું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.