બગડ ગામે કાળી ચૌદશની કાળી રાત્રીએ "અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમ" યોજાય ગયો - At This Time

બગડ ગામે કાળી ચૌદશની કાળી રાત્રીએ “અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમ” યોજાય ગયો


ગઈકાલે તારીખ ૨૩/૧૦/૨૦૨૨ કાળી ચૌદશની કાળી રાત્રીએ રાણપુર તાલુકાના બગડ ગામનાં સ્મશાનમાં "અંધશ્રદ્ધા નિર્મુલન" કાર્યક્રમ નું આયોજન ભારતીય બૌધ્ધ મહાસભા. જિલ્લા શાખા બોટાદના માધ્યમથી પ્રવિણભાઇ રામજીભાઈ ડોડીયા તેમજ અનુસુચિત જાતિનાં યુવાનો દ્વારા કરવામાં આવેલ
અંધશ્રદ્ધા નિર્મુલન કાર્યક્રમ ના મુખ્ય વક્તા. ભારતીય બૌધ્ધ મહાસભા જિલ્લા અધ્યક્ષ બોટાદ. પરેશભાઈ રાઠોડ ઉર્ફ બોધીરાજ બૌધ્ધ ખાસ હાજર રહીને સ્મશાનમાં સૌપ્રથમ સામુહિક ત્રિશરણ. પંચશીલ. બુદ્ધ વંદના કરવામાં આવેલ અંધશ્રધ્ધા માથી બહાર આવીને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે આગળ વધીને અંધશ્રદ્ધા માથી મુક્ત થવા અનુરોધ કરવામાં આવેલ તેમજ મશાણમા સાસર પુરવામાં આવેલ તેની સાથે બાળકો પણ સાસર પુરીને ભજીયાં બનાવીને મશાણમા જમવાનું કરીને અંધશ્રધ્ધા નો પર્દાફાશ કરેલ અંધશ્રદ્ધાના નામે ચાલતી અલૌકિક શક્તિઓના ડર માંથી મુક્તિ અને પાખંડવાદને જાકારો આપવા તેમજ જનજાગૃતિ માટે રાણપુર તાલુકાના બગડ ગામે સ્મશાનમાં પ્રથમ વખત અંધશ્રદ્ધા નિર્મુલન કાર્યક્રમ રાખેલ જેમાં પાંચ વર્ષનાં બાળકો થી લઈને સિત્તેર વર્ષનાં વડીલો સહિત બગડ ગામનાં ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.