શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે ભવ્ય રીતે ઉજવાયેલ કાળી ચૌદશ સમૂહ યજ્ઞપૂજન મહોત્સવ
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આજે કાળી ચૌદસ તા. ૨૪-૧૦-૨૦૨૨ને સોમવારના રોજ શ્રી હનુમાનજી દેવતાના વિશેષ પૂજનનો ભવ્ય રીતે ધામધુમ પુર્વક ઉજવાઇ ગયો. આ દિવસે હજારો હરિભક્તોએ - યજમાનશ્રીઓએ હનુમાન દેવના પૂજનનો વિશાળ યજ્ઞમંડપમાં લ્હાવો લીધેલ તેમજ દાદાના દર્શન, અભિષેક, અન્નકૂટ, મારુતિ યજ્ઞ પૂજન દર્શન વગેરેના દિવ્ય દર્શનનો લાભ લીધેલ.
આ પ્રસંગે સવારે 5:30 કલાકે મંગળા આરતી, સવારે 7:00 કલાકે શણગાર આરતી, સવારે 8:00 કલાકે અભિષેક, 12:૩0 કલાકે છપ્પનભોગ અન્નકૂટ આરતી, 12:00 કલાકે સમૂહ મારુતિ યજ્ઞ પૂર્ણાહુતી કરવામાં આવેલ હતી. તેમજ ચોપડા પૂજન (શારદા પૂજન અને લક્ષ્મી પૂજન) સાંજે 4:00 કલાકે કરવામાં આવેલ.
દાદાને વિશેષ વાઘાનો તેમજ સિંહાસનને ફૂલોથી શણગારવામાં આવેલ તથા દાદાના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યુ હતું, મંદિરના વહીવટકર્તા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી ગુરુ શ્રી વિષ્ણુ પ્રકાશદાસજી (અથાણાવાળા) વિગેરે સંતમંડળ દ્વારા પૂજ્ય દાદાના ભક્તો માટે વિશેષ સગવડ રહેવા-જમવાની તથા યજ્ઞ મંડપની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આ નિમિતે હનુમાનજી દાદાના રસોડામાં પ્રસાદીમાં પુરી, બુંદી, મોહનથાળ, દાળ-ભાત,શાક, ખમણ વગેરે પકવાનોની પ્રસાદનો લાભ હજારો ભકતોએ લીધો હતો તેમજ બધા દર્શનાર્થીઓ ભક્તો માટે સવારના ચા -પાણી નાસ્તો -મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ સંતમંડળ-પાર્ષદમંડળ દ્વારા સમગ્ર મહોત્સવનું સંચાલન કરવામાં આવ્યુ હતું.
તો આવા છે સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા...
"શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામ"
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.