રાજકોટની મારવાડી યુનિ.માં 5 સ્ટુડન્ટનું સાથી વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ગુદામાં મધ-સેનિટાઇઝર લગાવી બ્રશ-પેન્સિલ ખોંસ્યા
રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી સાથે હોસ્ટેલમાં જ રહેતા સાથી 5 વિદ્યાર્થીએ ભયાનક ક્રૂરતા ભર્યું કૃત્ય આચર્યું છે. એમાં તેમણે હોસ્ટેલમાં જ વિદ્યાર્થી ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ગુદાના ભાગે મધ અને સેનિટાઇઝર લગાવી બ્રશ તેમજ પેન્સિલ ખોંસ્યા હતા. સતત ત્રણ કલાક ક્રૂરતા આચરવામાં આવી હતી. વિદ્યાર્થીની તબિયત લથડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ભોગ બનનાર વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું હતું કે, ગત સપ્ટેમ્બરમાં મારો જન્મ દિવસ હતો અને હું નહાતો હતો ત્યારે મારો ન્યૂડ વીડિયો આ તમામ વિદ્યાર્થીઓએ ઉતારી લીધો હોવાનું કહ્યું હતું. જો તું અમારી વાત નહીં માને તો આ વીડિયો વાઇરલ કરી દઇશું તેમ કહી મને ત્રણ ઓપ્શન આપ્યા હતાં. જેમાં મારે મારું ગુપ્તાંગ કાપી નાખવાનું, મારા બન્ને કાન કાપી નાખવાના અને મારે હોસ્ટેલના પાંચમા માળેથી કૂદકો મારી દેવાનો. મને આ યોગ્ય ન લાગતાં હું રડવા માંડતાં આ લોકોએ આ ઓપ્શનને અનુસરવું ન હોય તો બીજુ કંઈક કરવું પડશે તેમ કહી મને ન્યૂડ થવા દબાણ કરી બળજબરીથી મને ન્યૂડ કરી મારો વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી મને ઉંધો સુવડાવી દીધો હતો અને ગુદાના ભાગે સનિટાઇઝર, બોડી પાવડર, મધ ચોપડી પેન્સિલ અને ટૂથબ્રશ ભરાવી મને રાતના સાડા દસથી રાતના દોઢ વાગ્યા સુધી આ રીતે ટોર્ચર કર્યો હતો અને વિડીયો ઉતાર્યો હતો. પછી મને જવા દીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.