સરકારની આયુષ્યમાન યોજના ખુબ જ ઉપયોગી છે - At This Time

સરકારની આયુષ્યમાન યોજના ખુબ જ ઉપયોગી છે


આ યોજના થકી હું નિ:શુલ્ક સારવાર મેળવી શકીશ

લાભાર્થી સુશ્રી ઉર્વશીબેન રવૈયા

માહિતી બ્યુરો, બોટાદ : ઘર આંગણે જ લોકોને આરોગ્યલક્ષી સુવિધા મળે તે માટે રાજ્ય સરકાર સુસજ્જ છે. રાજ્યના દરેક ગરીબ અને જરૂરીયાતમંદ કુટુંબને નિયત માપદંડો પ્રમાણે કેન્સર, હદયરોગ, કિડનીને લગતા ગંભીર રોગો, બાળ રોગો, ડાયાલિસીસ, આરોગ્ય વિષયક સેવાઓ દરદીઓને સરળતાથી સત્વરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

ત્યારે બોટાદ જિલ્લાના વતની અને પ્રધાનમંત્રી જન આરોગ્ય- આયુષ્યમાન યોજનાના (PMJAY-MA) લાભાર્થી સુશ્રી ઉર્વશીબેન રવૈયાએ પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું કે, મારા પરિવારની સ્થિતિ ખુબ સામાન્ય છે. મને સરકારશ્રીની આરોગ્યલક્ષી યોજના PMJAY નો લાભ મળ્યો છે જેનાથી હું ખૂબ જ ખુશ છું. આ યોજના થકી હું નિ:શુલ્ક સારવાર મેળવી શકીશ. સરકારની આયુષ્યમાન યોજના ખુબ ઉપયોગી છે, છેવાડાના માણસ સુધી સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય- આયુષ્યમાન યોજના પહોંચી છે. અમારા જેવા સામાન્ય લોકોને સરકાર ઘર આંગણે જ લાભ આપી રહી હોવાથી હું દેશના પ્રધાનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરૂં છું.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.