સાબરકાંઠા જિલ્લામાં બીજા તબક્કાની ૪૯૯ ગ્રામસભાઓ જિલ્લાના ૮ તાલુકાના ગામોમાં ૧૭ થી ૧૯ ઓક્ટોબર ૨૦૨૨ દરમિયાન યોજાઈ - At This Time

સાબરકાંઠા જિલ્લામાં બીજા તબક્કાની ૪૯૯ ગ્રામસભાઓ જિલ્લાના ૮ તાલુકાના ગામોમાં ૧૭ થી ૧૯ ઓક્ટોબર ૨૦૨૨ દરમિયાન યોજાઈ


*સાબરકાંઠા જિલ્લામાં બીજા તબક્કાની ૪૯૯ ગ્રામસભાઓ જિલ્લાના ૮ તાલુકાના ગામોમાં ૧૭ થી ૧૯ ઓક્ટોબર ૨૦૨૨ દરમિયાન યોજાઈ*
*******************
*વિજયનગર તાલુકાના ધોળીવાવ, રાજપુર ખાતે નાયબ માહિતી નિયામકશ્રીની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઇ. તાલુકા વિકાસ અધિકારીશ્રી અને ગ્રામજનોએ ગ્રામસભામાં ભાગ લઇ ૧૫માં નાણાપંચના આયોજન અને ગામના સામૂહિક અને વ્યક્તિલક્ષી સમસ્યાઓ રજૂ કરાઈ હતી*
****************
*સામુદાયિક વિકાસ અંગે લોકોની તાતી જરૂરિયાત અંગે ગ્રામસભામાં ઠરાવો કરવામાં આવ્યા હતા. સરપંચશ્રી અને વહીવટદાર તથા સ્થાનિક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા*
******************

વિકાસ કમિશનર ગુજરાત રાજ્ય ગાંધીનગરના પરિપત્ર અને પંચાયતના ઠરાવ મુજબ ગામડાઓમાં વર્ષમાં ઓછામાં ઓછી બે વાર ગ્રામસભાનું આયોજન કરવાનું ફરજીયાત રહે છે. તે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહની નિગરાની અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના ૮ તાલુકાઓમાં તારીખ- ૧૭ થી ૧૯/૧૦/૨૦૨૨ દરમિયાન સવારે ૧૧ કલાકે અને બપોરે 3 કલાકે વિવિધ ગામોમાં ૪૯૯ ગ્રામસભા યોજાઇ હતી. જેમાં લોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ ગ્રામજનોના પ્રશ્નો અને ગામના સામુદાયિક વિકાસના જરૂરિયાતમંદ કામો રજૂ કર્યા હતા અને ગ્રામસભામાં ઉપસ્થિત અધિકારીશ્રી અને તલાટીકમમંત્રી દ્વારા જરૂરિયાતવાળા કામો અંગે ઠરાવ કરીને તાલુકામાં સંબંધિત વિભાગોને દરખાસ્ત દ્વારા મોકલવામાં આવશે. જે અંગે આગળની કાર્યવાહી હાથ ધરાશે અને ઉપસ્થિત સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે સમજ આપવામાં આવી હતી.
આ ગ્રામસભામાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-૧૦૭,પ્રાંતિજ-૬૬,તલોદ-૭૧,ઇડર-૧૧૨,વડાલી-૪૦, ખેડબ્રહ્મા-૪૪,પોશીના-૧૭ અને વિજયનગર-૪૨ એમ ૮ તાલુકાના ૪૯૯ ગામોમાં વર્ગ-1-2 ના અધિકારીઓ નિયત સમયે અને નિર્ધારિત તારીખોએ ઉપસ્થિત રહી ગ્રામસભાના મહત્વ અને કાર્યયોજના અંગે ગ્રામજનોને સમજ આપી હતી.

આદિવાસી વસ્તી ધરાવતા આંતરિયાળ છેવાડાના ધોળીવાવ રાજપુર ગામે નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઈ મછારની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઇ હતી. જેમાં લોકો ઉત્સાહભેર

ભાગ લઈને ગામની સમસ્યા અને ગામના વિકાસના કામો નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૫માં નાણાંપંચમા સમાવેશ થઇ શકે તે માટે પ્રાયોરિટીવાળા કામો રજૂ કરાયા હતા તેને ગ્રામસભાના ઠરાવમાં આવરી લેવા તલાટીકમ મંત્રીને જણાવ્યું હતું અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની યોજનાકીય સાહિત્ય રાજ્ય સરકારની સિદ્ધિઓ નિર્ણયો અને સરકાર દ્વારા ફ્લેગશીપ યોજનાઓ અંગે સમજ આપી યોજનાકીય સાહિત્ય વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
ધોળીવાવ ખાતે તલાટીકમ મંત્રીશ્રી હર્ષદભાઈ પટેલ, નિકુંજભાઈ વાઢેરા તથા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે રાજપુર ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાર્ગવસિંન્હા, મનરેગાના એ.પી.ઓ તલાટીકમમંત્રી જયાબેન પટેલ, શાળાના શિક્ષકો ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહીને સુચારુ આયોજન કરી ગ્રામસભાને સફળ બનાવી હતી.

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.