આર.કે.કોલેજના છાત્રને પાંચ શખ્સોએ છરી બતાવી ઢીકાપાટુનો મારમાર્યો
રાજકોટની આત્મીય કોલેજમાં થોડા દિવસ પહેલા જ એક વિદ્યાર્થીને તેની સાથેના અન્ય છાત્રોએ મારમારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.અને કોલેજના જવાબદાર લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી.ત્યારે ત્રંબા ગામે ભાડે રહેતો અને આર.કે.યુનિવર્સિટીમાં બીસીએમાં સેમ-3 માં અભ્યાસ કરતાં અર્પિત જગદીશભાઈ સાસાણી(ઉ.વ.18) ને અમન સુમરા, માધવ અગ્રાવત,પ્રિન્સ પરમાર,રેહાન સુમરા અને એક અજાણ્યા શખ્સ ગાળો દઈ છરી બતાવી ઢીકાપાટુનો મારમાર્યાની આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મૂળ અમદાવાદના ધંધુકાનાં અર્પિત સાસાણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે,તેની સાથે અભ્યાસ કરતા અમન,માધવ અને પ્રિન્સ અવાર-નવાર મસ્તી કરતા હોવાથી ગઈકાલે તેણે માધવને ફોન કરી તમે લોકો હવે મારી મસ્તી ન કરતા તેમ કહ્યું હતું. બાદમાં આજે તે કોલેજે ગયો ત્યારે ગેટ પાસે આ ત્રણેય શખ્સોએ તેની સાથે મસ્તી કરી ગાળો દેતા તેને ગાળો બોલવાની ના પાડતા ઝઘડો શરૂ કર્યો હતો.
જેના કારણે તે ત્યાંથી કોલેજમાં જતો રહ્યો હતો. ત્યારબાદ બપોરે ત્રણેય ફરીથી તેની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા અને પ્રિન્સે તેને જાહે2માં છરી બતાવી ડરાવ્યો હતો.આ સમયે તેના ગૃપના મિત્રો બધા ભેગા થઈ જતા સમાધાનની વાત કરાઈ હતી.જેના થોડીવાર બાદ આરોપી અમને તેના મિત્ર આરોપી રેહાન સુમરા (રહે.ઘાંચીવાડ) અને અજાણ્યા શખ્સને બોલાવતા તેણે આવી તેના ગૃપને સમાધાનનું કહી તેને સાઈડમાં લઈ જઈ ઢીકાપાટુનો મારમાર્યો હતો.આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ ડી.જે.જાદવ સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.