NIC અને અન્ન પુરવઠા આયોગ દ્વારા ગરીબ પરીવારોના રેશનકાર્ડ બંધ કરી દેતા હજારો ગરીબ પરીવારોની દિવાળી બગડી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/a7bfrtx8rvdf1gdl/" left="-10"]

NIC અને અન્ન પુરવઠા આયોગ દ્વારા ગરીબ પરીવારોના રેશનકાર્ડ બંધ કરી દેતા હજારો ગરીબ પરીવારોની દિવાળી બગડી


મળતી માહિતી મુજબ સમગ્ર ગુજરાતમાં NIC અને અન્ન પુરવઠા આયોગ દ્વારા ગરીબ પરીવારોના રેશનકાર્ડ બંધ કરી દેતા હજારો ગરીબ પરીવારોની દિવાળી બગડી હોય તેમ લોક મુખે ચર્ચા ચાલી રહી ત્યારે ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના તેમજ મહુવા શહેર સહિત તમામ દુકાનોના ૪૦ થી ૫૦ ટકા કરતા વધુ રેશનકાર્ડ સાઈલટ (બંધ)કરી દેવામાં આવ્યા છે વખતો વખત સરકારશ્રીના નિયમો મુજબ દર મહિને ગ્રાહક દ્વારા બાયોમેટ્રિક આપી રેશનીંગની દુકાનેથી અનાજ નો જથ્થો ઉપાડવામાં આવે છે તેમ છતાં કોઈ પણ તપાસ કર્યા વિના સમગ્ર ગુજરાતમાં હજારો ગરીબ પરિવારોના રેશનકાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે જેને લઈને ઠેર ઠેર સ્થાનિક પુરવઠા મામલતદાર સાહેબ દ્વારા ઉચ્ચ કક્ષાએ પત્ર લખીને રજુઆતો પણ કરવામાં આવી તેમ છતાં તંત્ર દ્વારા તેરી ભી ચુપ ઔર મેરી ભી ચુપ અને તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને ઓચિંતા રેશનકાર્ડ બંધ થવાના કારણે સમગ્ર ગુજરાતમાં હજારો ગરીબ પરીવારની દિવાળી બગડી હોય તેવું લોક મુખે ચર્ચાય રહ્યુ છે

અહેવાલ:-રમેશ.જીંજુવાડીયા-મહુવા

Mo.7567026877
Mo.9484450947


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]