બરવાળા તાલુકાના રોજીદ ગામે 5 મહિનાથી ગુમ માનસિક અસ્થિર માતા અને 1 વર્ષની બાળકીનું મંગલ મંદિર માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પરિવાર સાથે મિલન કરાવાયું, 181 ટીમ તેમજ પોલીસ અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં પરિવાર સાથે કરાવ્યું મિલન. - At This Time

બરવાળા તાલુકાના રોજીદ ગામે 5 મહિનાથી ગુમ માનસિક અસ્થિર માતા અને 1 વર્ષની બાળકીનું મંગલ મંદિર માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પરિવાર સાથે મિલન કરાવાયું, 181 ટીમ તેમજ પોલીસ અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં પરિવાર સાથે કરાવ્યું મિલન.


બરવાળા તાલુકાના રોજીદ ગામના કોમલબેન અને તેમની એક વર્ષની બાળકી છેલ્લા 5 માસથી ગુમ હતા કોમલબેન માનસિક અસ્થિર હોવાથી છેલ્લા 5 મહિનાથી મંગલ મંદિર માનવ સેવા ટ્રસ્ટ બગોદરા ખાતે હતા જેઓની સ્થિતિ સારી થતાં ટ્રસ્ટ દ્વારા પુછપરછ કરતા તેઓએ રોજીદ ના હોવાનું જણાવ્યું હતું જેને લઈ પોલીસને જાણ કરાતા 181 ટીમ અને પોલીસ તેમજ સ્થાનિક રોજીદ ગામના આગેવાનો સાથે રાખી અને કોમલબેન અને 1 વર્ષની બાળકીનું 5 મહિના બાદ પરિવાર સાથે મિલન કરાવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા, મહિલા અને બાળકીને પોતાના ઘરે પહોંચાડી અને ઉમદા કામગીરી કરી હતી.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.