જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષ સ્થાને બોટાદમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો
જિલ્લામાં ૧૬૧૩૮ લાભાર્થીઓને ૧૦૦ કરોડથી વધુ ની સહાય અપાઈ
રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમથી ગરીબ કલ્યાણ મેળા નું આયોજન રાજ્યભરમા કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે બોટાદ જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીની ઉપસ્થિતિમાં આજે બોટાદ જુના માર્કેટિંગ યાર્ડ પાળીયાદ રોડ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો બોટાદ ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત મહાનુ ભાવો ના હસ્તે પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, જિલ્લા કલેકટર બીજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી ડી પલસાણા, જિલ્લા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વનાળીયા, પ્રાંત અધિકારી સતાણી, જિલ્લા ભાજપ મહામંત્રી ગૌતમભાઈ ખસિયા, પોપટભાઈ અવૈયા, જિલ્લા પંચાયત સદસ્ય કેશુભાઈ પંચાલા, અનુ જાતિ મોરચાના પ્રમુખ પાલજીભાઈ સહિતના આગેવાનોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું ગરીબ કલ્યાણ મેળા ના માધ્યમથી રાજ્ય સરકાર શ્રી ની વિવિધ યોજનાઓનો લાભ એક જ જગ્યાએથી લાભાર્થીઓને સીધે સીધો મળી રહે તેવા ઉમદા હેતુ રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીએ પોતાના ઉદબોધન માં જણાવ્યું હતું બોટાદ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૧૬૧૩૮ લાભાર્થીઓને ૧૦૦ કરોડ થી વધુ ની વિવિધ યોજનાની કિટની સહાય લાભાર્થીઓને આપવામાં આવી હતી જ્યારે લાભાર્થીઓ પોતાના પગભર થવા રાજ્ય સરકાર દ્વારા જે મદદ કરવામાં આવી રહી છે જેને લાભાર્થીઓએ પણ સરકારનો આભાર માન્યો હતો.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.