સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા ગેર કાયદેસર કોમ્પ્લેક્સને સીલ કરાયા. - At This Time

સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા ગેર કાયદેસર કોમ્પ્લેક્સને સીલ કરાયા.


સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાએ આવા ગેરકાયદેસર બાંધકામ કરનાર બિલ્ડરો સામે લાલ આંખ કરી છે ત્યારે બિલ્ડરોમાં મોટા પાયા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અત્યારે હાલમાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફિસર સાગરભાઇ રાડિયા દ્વારા આવી જ એક કોમ્પ્લેક્સ બનાવી અને ગેરકાયદેસર બાંધકામ કરવાનો બનાવ સામે આવ્યો છે ત્યારે આ અગાઉ તેને જાણકારી આપવામાં આવી હતી અને કોમ્પલેક્ષના પુરાવાને દસ્તાવેજી પુરાવા બિલ્ડર ને રજુ કરવા માટેનું જણાવવામાં આવ્યું હતું પરંતુ બિલ્ડરએ કોઈ જ પ્રકારના પુરાવા કે દસ્તાવેજી પુરાવા રજૂ ન કરવામાં આવતા આખરે બિલ્ડીંગને નગરપાલિકા તંત્ર દ્વારા સીલ મારવાની ફરજ પડી છે તાત્કાલિક અસર સીલ મારવા માટે નગરપાલિકાના એન્જિનિયર કઈવંતભાઈ હેરમાં સહીતની ટીમો ઘટના સ્થળે પહોંચી અને કોમ્પલેક્સન સીલ મારવાનું કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે હાલમાં નગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના રતનપર ખાતે આવેલા એક ગેર કાયદેસર કોમ્પ્લેક્સ અને દુકાનો પરમિશન વગર બનાવી અને ગેરકાયદેસર બનાવી નાખી હોવાનું હાલમાં ફરિયાદ મળી હતી જેના આધારે તેની પાસે પુરાવા માંગવામાં આવ્યા હતા ત્યારે કોન્ટ્રાક્ટર અને બિલ્ડીંગ બનાવનાર તેમજ જમીન માલિક સહિતના બિલ્ડીંગના સંચાલકો પુરાવાઓ રજૂ કરી શક્યા ન હોવાને કારણે અંતે બિલ્ડીંગને અને કોમ્પ્લેક્સને સીલ કરવાની ફરજ બની છે આ અંગેની કાર્યવાહીમાં સીલ મારવાના આદેશો ચીફ ઓફિસર સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના સાગરભાઇ રાડિયા દ્વારા આદેશો આપવામાં આવ્યા હતા તાત્કાલિક અસરે રાત્રિના સમયે કોમ્પલેક્ષને સીલ મારવામાં આવ્યા હતા ત્યારે હાલમાં બિલ્ડરોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.