તા.૧૪/૧૦/૨૦૨૨ને શુક્રવારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના ૧૭૪ માં વાર્ષિક પાટોત્સવનું ભવ્ય આયોજન
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા.૧૪-૧૦-૨૦૨૨ને શુક્રવારના રોજ પરમકૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી, વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારજના શુભ આશીર્વાદથી અને પ.પૂ.ગુરુવર્ય શ્રી અથાણાવાળા સ્વામીની દિવ્ય પ્રેરણા એવં પ.પૂ.સ.ગુ.પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી-(અથાણાવાળા)ની પ્રેરણાથી દેશ વિદેશથી આવતાં લાખો શ્રદ્ધાળુઓના હૃદયના હાર એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૪મો વાર્ષિક પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં મારુતિયજ્ઞ પૂજન,અભિષેક, દાદાનો ભવ્ય અન્નકૂટ વિગેરેના વિશિષ્ટ દર્શનનો લાભ હરિભક્તોને થશે.
આ પ્રસંગે વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારજ વિશેષ ઉપસ્થિત રહેશે, તેમજ ધામેધામથી સંતો પણ પધારશે.
આ પ્રસંગે મંગળા આરતી સવારે 5:30 કલાકે, શણગાર આરતી સવારે 7:00 કલાકે, અભિષેક સવારે 8:00 કલાકે, અન્નકૂટ આરતી 11:00 કલાકે તેમજ યજ્ઞ પૂર્ણાહૂતી બપોરે 12:00 એવં ત્રિદિનાત્મક “શ્રી હનુમાન ચરિત્ર કથા”ની પૂર્ણાહૂતિ બપોરે 11:30 કલાકે રાખેલ છે.
આ પ્રસંગે પરમ પૂજ્ય મહારાજશ્રી સદગુરુ સંતોને વરદહસ્તે અભિષેક પાટોત્સવ તથા મારુતિયજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધી સંપન્ન થશે તથા શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન, અભિષેક, અન્નકૂટ,યજ્ઞદર્શન, કથાશ્રવણના દર્શન એવં બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચન એવં મહાપ્રસાદનો લાભ લેવા મંદિરના કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) તથા તમામ સંતમંડળ-પાર્ષદમંડળ તરફથી સૌ પ્રેમીભક્તોને પરિવાર સહિત પધારવા હાર્દિક આમંત્રણ છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.