જિલ્લા કલેકટરશ્રી બીજલ શાહના અધ્યક્ષપદે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ - At This Time

જિલ્લા કલેકટરશ્રી બીજલ શાહના અધ્યક્ષપદે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ


બોટાદ જિલ્લા કલેકટરશ્રી બીજલ શાહના અધ્યક્ષ સ્થાને ગઇકાલે જૂમ એપ્લીકેશનના માધ્યમથી વર્ચુઅલી ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેકટરશ્રી બીજલ શાહે સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત મીટીંગને સંબોધતા જણાવ્યું હતું કે, જિલ્લામાં જે માર્ગો ઉપર અકસ્માતની સંભાવના હોય અથવા અકસ્માત થયા હોય તેવી તમામ જગ્યાઓએ તાત્કાલિક ધોરણે સ્પીડબ્રેકર લગાવવા, ફેટલ અકસ્માત થયેલ સ્થળની સંયુક્ત મુલાકાત લેવાની સાથે ગઢડા નેશનલ હાઇવે સહિતના રસ્તાઓના જે કામો અધુરા હોય તે તમામ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવાની તાકીદ કરી હતી.

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી મુકેશ પરમારે જિલ્લામાં રખડતા પશુઓના લીધે અકસ્માત ન થાય તે માટે સાવચેતીના ભાગરૂપે તેવા પશુઓના માલિકો સામે દંડની કાર્યવાહી કરવાની સાથે બરવાળા-રાણપુર રોડ પર નડતરરૂપ વૃક્ષોને દૂર કરવાની જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ચાવડા, કાર્યપાલક ઈજનેરશ્રી ઢોલાવાલા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ચીફ ઓફીસરશ્રીઓ સહિત સંબધિત અમલીકરણ અધિકારીઓ જૂમ એપ્લીકેશનના માધ્યમથી વર્ચુઅલી બેઠકમાં સહભાગી થયાં હતાં.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.