બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કેન્દ્ર સંચાલકની ખંડ સમયની નિમણૂંક માટે કામ ચલાઉ ધોરણે માનદ વેતનથી નિમણૂંક આપવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ
મામલતદારશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બોટાદ હસ્તકની મોજે ગઢડા, તા.ગઢડાની ચિરોડા (કેન્દ્ર નં.૫), પાટણા (કેન્દ્ર નં.૨૨), ભંડારીયા (કેન્દ્ર નં.૨૩), સીતાપર (કેન્દ્ર નં.૩૪), તતાણા (કેન્દ્ર નં.૬૦) અને નવા રાજપીપળા (કેન્દ્ર નં.૯૧) પ્રાથમિક શાળા તા.ગઢડા, જિ.બોટાદ માટે કેન્દ્ર સંચાલકની ખંડ સમયની નિમણૂંક માટે વર્ષ ૨૦૨૨-૨૩ ના શૈક્ષણિક વર્ષ માટે કામ ચલાઉ ધોરણે માનદ વેતનથી નિમણૂંક આપવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
ઉમેદવાર એસ.એસ.સી પાસ હોય તેવી વ્યકિતની પસંદગી કરવામાં આવશે. જેઓની લઘુત્તમ વય મર્યાદા ૨૦ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઈએ તથા સ્થાનિક ગામનો રહીશ હોવો જોઈએ વિધવા તેમજ ત્યકતા બહેનોને અગ્રતા આપવામાં આવશે નિયત અરજી પત્રક મામલતદાર કચેરી ગઢડા ખાતેથી કચેરી સમય દરમિયાન વિના મૂલ્યે મેળવી શકાશે.
લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૨૯/૧૦/૨૦૨૨ સુધીમાં નિયત ફોર્મમા અરજી કરી મામલતદાર કચેરી, ગઢડા ખાતે જન્મનું પ્રમાણપત્ર/શાળાનું છોડ્યાનું પ્રમાણપત્ર, એસ.સી.સી.પાસ કર્યાનું પ્રમાણપત્ર તથા છેલ્લી શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ, ચુંટણીકાર્ડ તથા આધારકાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, એક પાસ સાઈઝનો ફોટોગ્રાફ, વિધવા અને ત્યકતા હોવાના અધિકૃત અધિકારીના પ્રમાણપત્ર અથવા પુરાવા, અન્ય કોઈ લાયકાત અથવા અનુભવ ધરાવતા હોય તો તે અંગેનું પ્રમાણપત્ર તેમજ બેંક પાસબુકની નકલની સાથે ઉક્ત તમામ પ્રમાણપત્ર તથા આધાર-પુરાવાની પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે.
આ ઉપરાંત શિક્ષણ વિભાગના પત્રની જોગવાઈઓ મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તથા તે મુજબ અમલવારી કરવામાં આવશે. મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર ઉપર મળેલ આ નિમણૂંક સરકારી કે પંચાયત સેવામાં ગણાશે નહી અને આ નિમણૂંક ખંડ સમયની ઉચ્ચક વેતનવાળી હંગામી અને વગર નોટીસે છુટા કરી શકાશે તેવી રહેશે. લાયકાત નહી ધરાવતા ઉમેદાવારોએ અરજી કરવી નહી તેમજ નિમણૂક અંગેના તમામ અધિકાર અત્રેને અબાધિત છે તેમ વધુમાં જણાવાયું છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.