મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાની ઉપસ્થિતિમાં 15 ઓક્ટબરે બોટાદ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન - At This Time

મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાની ઉપસ્થિતિમાં 15 ઓક્ટબરે બોટાદ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન


જુના માર્કેટીંગ યાર્ડ, પાળીયાદ રોડ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે

સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ એક જ સ્થળેથી લાભાર્થીઓને મળી રહે તે માટે પ્રશાસન સુસજ્જ

રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે બોટાદ જિલ્લામાં રાજ્ય સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાની ઉપસ્થિતિમાં 15 ઓક્ટોબર, શનિવારના રોજ જુના માર્કેટીંગ યાર્ડ, પાળીયાદ રોડ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે.

ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ એક જ સ્થળેથી લાભાર્થીઓને સીધે સીધો મળી રહે તે માટે બોટાદ પ્રશાસન સુસજ્જ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને વિવિધ વિભાગો દ્વારા અમલી યોજનાઓની સહાય કીટ વિતરણ કરવામાં આવશે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.