સાબરકાંઠા જિલ્લામાં દિવાળી દરમ્યાન રાત્રિના ૮.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમ્યાન ફટાકડા ફોડી શકાશે - At This Time

સાબરકાંઠા જિલ્લામાં દિવાળી દરમ્યાન રાત્રિના ૮.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમ્યાન ફટાકડા ફોડી શકાશે


સાબરકાંઠા જિલ્લામાં દિવાળીમાં ફટાકડા ફોડવાને લઇને પ્રતિબંધિત હુકમો જાહેર કરાયા

કોઇપણ ઇ-કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકાશે નહી. ઓનલાઇન વેચાણ પણ કરી શકાશે નહી

સાબરકાંઠા જિલ્લામાં દિવાળી દરમ્યમાન રાત્રિના ૮.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમ્યાન ફટાકડા ફોડી શકાશે. સીરીઝમાં જોડાયેલા ફટાકડાથી મોટા પ્રમાણ હવા, અવાજ અને ધન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહી. ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહિ,તેવું જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે.
જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ જાહેરનામામાં વધુ જણાવ્યું છે કે, નામદાર સુપ્રિમ કાર્ટ દ્વારા હુકમથી ફટાકડા ફોડવા સંબંધમાં કેટલીક સ્પષ્ટ સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ આપવામાં આવેલી છે. જેથી દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને ભયજનક/હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરિત અસરથી બચાવવા ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશા નિર્દેશો કર્યો છે. તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માત બનાવો ના બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે જિલ્લામાં ફટાકડા ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મૂકવું જરૂરી જણાય છે
જે અંતર્ગત જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ પોતાની સત્તાની રૂએ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં દિવાળી દરમ્યાન રાત્રિના ૮.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમ્યાન ફટાકડા ફોડી શકાશે. હાનિકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તરવાળા જ ફટાકડા વેચી- વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડા દરેક બોકસ ઉપર PESOની સૂચના પ્રમાણેનું માર્કિગ હોવું જરૂરી છે. હોસ્પિટલ, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે. અને ત્યાં કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. કોઇપણ પ્રકારના વિદેશી ફટાકડા આયત કરી શકાશે નહિ, રાખી શકાશે નહિ કે વેચાણ કરી શકાશે નહી.તેમજ ઇ-કોમેર્સ વેબસાઇડૂસ ફલીપકાર્ટ, એમેઝોન સહિતની કોઇપણ ઇ-કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકાશે નહી. ઓનલાઇન વેચાણ પણ કરી શકાશે
નહી. લોકોને અગવડ ઉભી ન થાય કોઇપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે જિલ્લાના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલ.પી.જી., બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદમો નજીક ફટાકડા દારૂખાનું ફોડી શકાશે. નહી.કોઇપણ પ્રકારનું સ્કાય લેન્ટર્સ (ચાઇનીઝ તુક્કલ/આતશબાજ બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઇપણ સ્થળે ઉડાડી શકાશે નહી.ફટાકડા વેચાણ/ફોડવા બાબતે ધી એક્સપ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ ની તમામ શરતો/નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જાહેર માર્ગો,શેરીઓ,ગલીઓ અને અન્ય જગ્યાઓમાં કાયમી કે હંગામી ફટાકડા પરવાના વગરની દુકાનો/લારીઓ/ગલ્લા ઉપર દારૂખાનાનું વેચાણ કે સંગ્રહ કરી શકાશે નહિ.
આ જાહેરનામું તા. ૧૧ નવેમ્બર, ૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ- ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.......


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.