લીલીયા મોટા ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ લીલીયા નું ભવ્ય બિલ્ડીંગ તૈયાર થશે - At This Time

લીલીયા મોટા ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ લીલીયા નું ભવ્ય બિલ્ડીંગ તૈયાર થશે


સરકાર શ્રીની ઉચ્ચ શેક્ષણિક સંસ્થાઓ પછાત વિસ્તારમાં આકાર લઈ રહી છે લીલીયા ખાતે આસપાસના વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે કે જિલ્લા કક્ષા જેવી ઉચ્ચ શિક્ષણ માટે કૉલેજ કાર્યાન્વિત છે, કૉલેજના પ્રારંભે જ આઠ એકરથી વધુ જગ્યામાં તૈયાર થતું વિશાળ બિલ્ડીંગ સરકાર શ્રીની યોજના મુજબ રાહત દરે ગરીબ વિદ્યાર્થીઓ તથા સર્વે માટે એકરીતે તદ્દન મફત ભવ્ય કોલેજમાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકશે આ બાબતે ગુજરાત આર એન્ડ બી સ્ટેટ દ્વારા બાંધકામ વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા હોય જે લીલીયા અને ગોઢાવદર વચ્ચે બાંધ કામ ચાલુ કરી દેવામાં આવ્યું હોય જેમાં ભવ્ય ત્રણ માળનું કોલેજ બિલ્ડીંગ સ્માર્ટ કલાસરૂમ કોન્ફરન્સ હોલ તેમજ રમત ગમત નું મેદાન સાથે ઇન્ડોર સ્ટેડિયમ કેન્ટીન સિક્યુરિટી ગાર્ડન સોલાર સિસ્ટમ વીજળી પાણીની વ્યવસ્થા આંતરિક રસ્તાઓ બાઉન્ડરી વોલ જેવી અનેક સુવિધાઓ આપવામાં આવશે ત્યારે
કોલેજના પ્રિન્સિપાલ ડૉ રાજેન્દ્રસિંહ રાઠોડ અને વાઇસ પ્રિન્સિપાલ ડૉ કેતનભાઈ કાનપરિયા દ્વારા જણાવેલ છે કે 2015 થી આ કોલેજની લીલીયા ખાતે સ્થાપના થઇ હતી અને જમીન મળેલ હતી પરંતુ વિવિધ કાર્યવાહી કરતા હવે કૉલેજ બાંધકામ શરૂ થયેલ છે, હાલ આ કૉલેજ સરકારી વિજ્ઞાન હાયર સેકન્ડરી શાળા લીલીયાના મકાનમાં કામચલાવ વ્યવસ્થા કરવામાં આવેલ હતી જેમાં ખૂબ સંકડાસ અને મર્યાદાઓ હતી પરંતુ હવે એકાદ વર્ષમાં ભવ્ય ત્રણ માળનું અદ્યતન સુવિધાઓ વાળું મકાન તૈયાર થશે જેમાં વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકશે આવી સુંદર વ્યવસ્થા આવનારા દિવસો વિદ્યાર્થી ઓને અપાવવા બદલ શિક્ષકગણ તથા ગામવીસીઓ સતત મહેનતુ રહેલ છે અને આવનારા દિવસોમાં આ ગૌરવ સમાન કોલેજ કાર્યરત થઈ જશે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.