માળવીયા નું પીપરિયા પટેલ જેરામ અને એકલારા ના પટેલ રાણા આલગિયા એ ૩૧ હજાર રાજકોટ કોર્ટ માં ભરી ગાયકવાડ ની જપ્તી માંથી રાજવી વિક્રમશી વાળા ને છોડાવ્યા - At This Time

માળવીયા નું પીપરિયા પટેલ જેરામ અને એકલારા ના પટેલ રાણા આલગિયા એ ૩૧ હજાર રાજકોટ કોર્ટ માં ભરી ગાયકવાડ ની જપ્તી માંથી રાજવી વિક્રમશી વાળા ને છોડાવ્યા


માળવીયા નું પીપરિયા પટેલ જેરામ અને એકલારા ના પટેલ રાણા આલગિયા એ ૩૧ હજાર રાજકોટ કોર્ટ માં ભરી ગાયકવાડ ની જપ્તી માંથી રાજવી વિક્રમશી વાળા ને છોડાવ્યા સૈકા પૂર્વે આટલું મોટું જામીન ખત આપી રૈયત અને રાજા વચ્ચે નો પરસ્પર પ્રેમ રાજ ભક્તિ વફાદારી નો સુંદર સદેશ આપે છે
પટેલ જેરામ માળવીયા (પીપરીઆ) લેઉવા પટેલ સમાજ ની ઘણી ખૂબી ઓ અને ખામી ઓતો પુષ્કળ છે રામાયણ કે ભાગવત ના દળદાર પુસ્તક કરતા વધુ સિદ્ધિ ઓ છે તેમ ખામી ઓ પણ છે પણ અનેકો સિદ્ધિ ઓના જનક લેઉવા પટેલ સમાજ વિશે એક કેરલા નો વેપારી ડો વર્ગીસ કુરિયન પોતા ના અનુભવ પોતા ની બાયોગ્રાફી આત્મકથા "મારુ સ્વપ્ન" માં સ્પષ્ટ પણે એકરાર સાથે આફરીન થઈ લખે છે કે રામાયણ માં રામ નામે પથ્થર તર્યાં નું સાંભળ્યું હતું પણ ગુજરાત માં આવ્યા પછી લેઉવા પટેલ ના નામે ભવસાગર તરી શકાય છે એક કેબિન માં શરૂ કરેલ ડેરી ત્રિભુવન પટેલ ની સાળ પકડી ઈંગ્લેન્ડ ના પોલશન સામે પ્રબળ રીતે ટકી વિકસી વિસ્તરી અમુલ જગ પ્રસિદ્ધ બની આવા લેઉવા પટેલ સમાજ ના રત્નો દરેક કુટુંબે આપ્યા છે પણ લોકસાહિત્ય માં બહુ ઓછું બોલાય છે લખાઈ છે વંચાય છે લાઠી તાલુકા ના માલવીયા પીપરિયા માં
સંવત ૧૬૯૮માં આ કુટુંબના મૂળ પુરૂષ ગુજરાતના મેળાવ ગામમાંથી ઉપડયા અને ભાભા ખાચરના રાજમાં પીપરડી વસાવ્યું અહીં થોડાં વરસ રહ્યા. પછી તે જેતપુર દરબાર જેઠાવાળાને સંવત ૧૭૬૫ની સાલમાં ગોપાળ પટેલ મળ્યા અને જુના પીપરીયાનો ઉજ્જડ ટીંબો વસાવ્યો. જેતપુરની ગાદીએ દરબાર વિક્રમશીવાળા હતા ત્યારે પીપરીયામાં જેરામ પટેલ કર્મી પુરૂષ થયા.કાઠિયાવાડની પેશકશી ઉઘરાવવા બાબારાવની ફોજ ચડી તેના સેના પતિ લેવાકુળભૂષણ દેશાઈભાઈ હતા. મોંઘવારીનો જમાનો હતો અને રાજાઓને ધન ભેગું કરવાની લાલસા નહોતી. એટલે જેતપુર દરબાર વિક્રમશીવાળા પાસે નાણાની ભીડ હતી. ગાયકવાડ સરકારની પેશકશીના રૂપિયા ૩૧ હજાર લેણા નીકળતા હતા. આ રૂપિયા ભરી નહિ શકવાથી દરબારશ્રી વિકમશીવાળાને રાજકોટ લઈ ગયા અને અમરેલી થી જપ્તી લઈ એક મહેતો તથા એક પોલિસ જૂના પીપરીયા આવ્યા.ગાડું ગામનાં ચોકમાં આવ્યું. તે વખતે જેરામ પટેલ હોકો ભરાવી ચોરામાં બેઠા હતા, તેણે ગાડાવાળાને પૂછ્યું કે ક્યાં જાવ છો ? જવાબમાં મહેતે જણાવ્યું કે તમારા ગામ ઉપર ગાયકવાડ સરકારની જપ્તી આવી છે. એટલે અમે ગામનો કબજો લેવા આવ્યા છીએ. આ સાંભળતાં જ પટેલ ખીજાઈને બોલ્યા કે અમારા ગામ ઉપર જપ્તી ન હોય. જાવ તમારા સુબા સાહેબને જણાવો કે આજથી પાંચમે દિવસે રાજકોટની કોર્ટમાં નાણાં ભરી આવશું. આ રીતનો જવાબ મળવાથી પોલીસ અને ગાડું પાછું ગયું.પટેલે પોતાના ઘરમાંથી રૂપિયા ૨૦ હજાર કાઢયા અને એકલેરાવાળા પટેલ રાણા આલીગીયાની પાસેથી રૂપિયા અગિયાર હજાર લઈ રૂપિયાના થેલા બંધાવી ગાડું જોડાવી રાજકોટ ગયા અને રૂપિયા સરકારમાં ભરી દીધા અને પોતાના રાજાને છોડાવીને ઘરે લાવ્યા. દરબાર પોતાના પટેલ ઉપર બહુજ રાજી થયા. પટેલને બારોબાર જેતપુર લઈ ગયા અને પહેરામણી આપી. સાથે સાથે પીપરીયા ગામ ૧૩ વરસને માટે ઓઘા છુટ માંડી આપ્યું એટલું જ નહિ પણ પળત તરીકે ૧૨૫ વિઘા જમીન, કન્યાચોરી પળત, કુંભારને ચાકડે ૫૦૦ નળીયાં, ૬૦ હજાર પુળાનું બીડ વગેરે લાગા કરી આપ્યા હતા. ત્યારથી માળવીયાનું પીપરીયું કહેવાયું.અંટાળીયા મહાદેવનો ફકત ઓટો હતો તેના પર શિખરબંધી મંદિર કરાવ્યું અને ભર્યું કર્યું. આ કામ સંવત ૧૮૯૦ લગભગમાં કરાવ્યું. ગંગા જમનાની જાત્રા સંઘ કાઢીને કરી.જેરામ પટેલને ગજેરા કુટુંબનો જમાઈ ભેગો રહેતો હતો તેને જમીન આપી હતી. આ માણસ સ્વભાવે બહુ આકરો હતો, તેને કોઈ સાથે બનતું નહીં. એક દિવસ પટેલની ગાયો તેના ખેતરમાં ગઈ એટલે હાથમાં કોદાળી સાથે તગડતો ગામ સુધી આવ્યો, કોદાળી સવળી ગાયોને મારવાથી ગાયો લોહીલોહાણ થઈ ગઈ હતી. આ વખતે ચોકમાં રતનો ભાભો અને રાઘવ ભાભો બેઠા હતા તેનાથી આ દેખાવ જોવાયો નહિ એટલે તેઓએ ગજેરાને પકડયો ને જણાવ્યું કે આવા કામા કરીશ તો મારી નાખવો પડશે. આ વાત બન્યા પછી તે માણસ વધારે ખીજાયો ને પટેલને બારવટે ચડયો અને ગંજીઓ સળગાવી દીધી. તેને ગોતવા માણસો રવાના થયા તેમાં રાઘવ પટેલ તથા રતનો પટેલ પણ ઉપડયા. ખીસરને દિવસેજ કમોદના ઓઘામાં સંતાયો હતો, હાથમાં હોકલું રાખ્યું હતું, એ રીતે નજરે પડતાં બંને પટેલ તેના તરફ દોડયા અને ગજેરાને પકડી પાડી મારવા મંડયા, અને છેવટે મારી નાખ્યો. આ વાતની જેરામ પટેલને ખબર પડતાં પોતે બહુ દિલગીર થયા. આવા જમાઈને મારવાના પાપથી મુકત થવા જગતીયું કર્યું. આખી નાત તેડાવીને જમાડી અને ઘીના અવેડા ભરાવી બ્રાહ્મણ સાધુઓને જમાડયા. આટલું કરવા છતાં પણ નાતે તો નાતબાર મુક્યા અને બહુ તકરારને અંતે બરવાળાથી બાવીસીયાની તેમજ જરખીયા ને શેડુભારની જાનો આવેલી તેમણે નાતમાં લીધા.
કેરાળુ જોગાણી અને માલવીયા પીપરીયાના સીમાડા પર ખાંભો પડી ગયેલ હતો, તેની તકરાર થવાથી જેરામ જોગાણી તથા જેરામ માલવીયા બંને એ સામસામાં ૫૦ હથિયારબંધ માણસો લાવી ધીંગાણું કર્યું. બંન્ને ગામના દરબારોને તો ખબર પણ હતી નહીં, પણ તેમના પટેલોએ ખાંભા માટે લોહી વહેરાવ્યાં. ઘણા ઘાયલ થયા અને નથુ સૈયદનો વડવો મરાયો. તેના કુટુંબીઓએ અપીયા લીધા તે છેવટ સં ૧૯૫૭માં પટેલના વારસદાર ભીમજીએ નથુ સૈયદને પોશાક આપી ઘરે જમાડયા ને અપીયો ભંગાવ્યો. આ રીતે પોતાના દરબારોને ખાતર પટેલો ઝુઝતા હતા.વરસડા વસાવી આબાદ કરવા ઘણી વખત કહેવામાં આવ્યું હતું પરંતુ તે વખતે ત્યાર પછી વરસડા ૧૨ વરસ ઈજારે રાખ્યું હતું. અમરેલીના સુબા તરફથી કાઠી દરબારોના દિલ એવાં મોટાં હતા કે તેમને તજીને ગાયકવાડી ગામોમાં કોઈ જતું નહીં.
અત્યારે પીપરીયામાં રામભાઈ તથા શંભુ પટેલ હયાત છે લેઉવા પટેલો એ અનેકો ગામ વસાવ્યા આબાદ કર્યા છે રાજ ને ઉન્નત મસ્તક ગૌરવ અપાવ્યું છે ત્યાગ બલિદાન સમર્પણ ભક્તિ પરમાર્થ પરોપકાર લોકભોગ્ય સુવિધા દુદરેશી પૂર્વક નિર્માણ કર્યા જળસંસાધન ના સાધનો બાંધવા નિભાવવા મંદિર બાંધવા સમાંતર શાસ્ત્ર પુરાણો માં દર્શાવ્યા છે આવા અનેક કુવા વાવ તળાવો અવેડા બંધાવ્યા જે દરેક જીવાત્મા ના કલ્યાણ થયા એટલે જ કહેવાય છે ગઢિયા ની પુનાએ ટાઢો છાયો ભોગવતા લેઉવા પટેલ સમાજ સિદ્ધિ ઓ વિશે જોતા રહો સમસ્ત લેઉવા પટેલ ફેશબુક પેઈજ

સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર ઇતિહાસ
સંપાદક નટવરલાલ જે ભાતિયા દામનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.