સૌરાષ્ટ્ર ઝોનના ઉત્પાદકો દ્વારા ઈંટ ઉત્પાદન બંધનું એલાન : આંદોલનના મંડાણ - At This Time

સૌરાષ્ટ્ર ઝોનના ઉત્પાદકો દ્વારા ઈંટ ઉત્પાદન બંધનું એલાન : આંદોલનના મંડાણ


રાજય અને કેન્દ્ર સમક્ષના ઈટ ઉદ્યોગકારોના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા કરવામાં આવેલ રજુઆતો પછી પણ સરકારની ઢીલી નીતીઓને લઈને ઈંટ ઉત્પાદકોમાં રોષની લાગણી પ્રસરી છે. સૌરાષ્ટ્ર કચ્છ ઈંટ ઉત્પાદક સંધના નેજા હેઠળ સૌરાષ્ટ્રના ઈંટ ઉત્પાદકો રાજકોટ ખાતે એકઠા થયા હતા અને સરકાર સમક્ષના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી ઈંટ ઉત્પાદનની કામગીરી બંધ રાખવા તેમજ સૌરાષ્ટ્રમાં ક્રમાનુસાર તમામ જીલ્લા અને તાલુકા મથકોએ રેલીઓના આયોજનો કરવા અને સબંધીતોને આવેદનપત્રો પાઠવવાનો નિર્ણય બેઠકમાં લેવાયો હતો.

ઈટે ઉત્પાદકોના ઈટ ઉત્પાદનની કામગીરી બંધ રાખવાની જાહેરાત ને લઈને ઈટ ભઠ્ઠામાં કામ કરતા હજારો શ્રમિકો બેરોજગાર થવાની સંભાવનાઓની સાથો સાથ આગામી દિવસોમાં બાંધકામ ક્ષેત્ર પણ ઈંટોની અછતના કારણે પ્રભાવિત થઇ શકે તેવી શકયતાઓ ઉભી થઈ છે.ઈટ ઉત્પાદક સંધના મહામંત્રી ચંદુભાઈ જાદવના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં ઈંટ ભઠ્ઠા માલીકોના કબજા ભોગવટાવાળી જમીનને રેગ્યુલરરાઈઝ કરવા અને આ માટે ઈંટ ઉત્પાદકોને પ્રર્વમાન જંત્રીના એકવડા દરથી જમીન ફાળવવા સરકારમાં સને 2016 થી કલેકટર રાજકોટ દ્વારા નિતિવિષયક દરખાસ્ત રજુ કરાયેલ છે. પરંતુ સરકાર દ્રારા મંજુર કરવામાં આવતી નથી.

સરકારે ઉદ્યોગો માટે હાલમાં જ આત્મનિર્ભર ગુજરાત યોજના-2022 નો પ્રારંભ કરેલ છે. જેને લઈને સૌરાષ્ટ્રના ઈંટ ઉત્પાદકો આત્મનિર્ભર બને તેમજ ઈંટ ઉદ્યોગના વિકાસ અને ઉત્થાન માટે સરકારે ઈંટ ઉદ્યોગના જમીન સહિતા પ્રશ્નોનો આત્મનિર્ભર યોજના અંતર્ગત ઉકેલ લાવવો જોઈએ તેવી ઈટ ઉત્પાદકોની માંગ છે.ઈંટ ઉત્પાદકો પોતાની ઉપરોકત માંગને લઈને આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના જીલ્લા અને તાલુકા મથકોએ રેલીઓના આયોજનો નિોરીત કરી રહયા છે. જેના ભાગરૂપે પ્રથમ રેલી ચાલુ વિકના અંતમાં અમરેલી ખાતે આયોજીત થશે અને જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવાશે તેઓ નિધોર ઈટ ઉત્પાદકોએ રાજકોટ ખાતે મળેલ બેઠકમાં જાહેર કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.