કુતરાને ઘરમાં રાખવા સમજાવવા ગયેલા વૃધ્ધ પર પડોશીનો હુમલો
ગાંધીગ્રામના ગૌતમનગરમાં પડોશીને તેના કુતરા મામલે સમજવવા ગયેલા નિવૃત બીએસએનએલ કર્મચારી પર પિતા પુત્ર સહિત ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર મારી પથ્થરથી હુમલો કરતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા હતા. બનાવની વધુ વિગત અનુસાર ગૌતમનગરમાં રહેતા બીએસએનએલના નિવૃત કર્મચારી ઓસમાણભાઈ ગનીભાઈ જન્નર (ઉ.67)નો પૌત્ર ગત રોજ સાંજે શેરીમાં સાયકલ પર ચકકર મારતો હતો
ત્યારે પડોશમાં રહેતા પ્રકાશ ઉર્ફે ભીખાનું કુતરૂ ઘર બહાર નિકળીને સાયકલ પર ચકકર મારતા છોકરાને નીચે પાડયો હતો. જેથી ઓસમાણભાઈની પૌત્રવધુ પડોશીને સમજાવવા ગયેલ હતા કે તમારૂ કુતરૂ ઘરની અંદર રાખો કહેતા ઉશ્કેરાયેલા પડોશીએ ગાળો આપવા લાગેલ હતો. જેથી ઓસમાણભાઈ તેને સમજાવવા માટે જતા ઉશ્કેરાઈને પ્રકાશ તેના બે પુત્ર અને પત્નીએ ઢીકાપાટુનો માર મારી પથ્થરથી હુમલો કર્યો હતો.
મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા ઓસમાણભાઈને સારવારમાં સીવીલે ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તનું નિવેદન નોંધ્યું હતું. વધુમાં ઈજાગ્રસ્તને સંતાનમાં ત્રણ પુત્ર છે અને એક પુત્ર હેડ કવાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.