અમદાવાદ ના ચાંદખેડા રોડ રેલ્વે સ્ટેશન પર રિઝર્વ ટિકિટ પ્રણાલી ( PRS ) પી.આર.એસ નો શુભારંભ.
માનનીય સંસદસભ્ય અમદાવાદ-પૂર્વ શ્રી હસમુખબાઈ એસ.પટેલ અને માનનીય ધારાસભ્ય ગાંધીનગર (દક્ષિણ) શ્રી શંભુજી ઠાકોર દ્વારા યાત્રીઓની સુવિધા માટે ૧૦ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ ચાંદખેડા રોડ રેલ્વે સ્ટેશન પર રિઝર્વ ટિકિટ પ્રણાલી (PRS) પી.આર.એસ નો શુભારંભ કરવામાં આવ્યો છે,
ડિવિઝનલ રેલ્વે પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચાંદખેડા રોડ રેલ્વે સ્ટેશન પર રિઝર્વ ટિકિટ પ્રણાલી (PRS) પી.આર.એસ ચાલુ થવાથી ચાંદખેડા અને ડી કેબિન વિસ્તારમાં રહેતા અને આસપાસની જાહેર જનતા ને રિઝર્વેશન કરાવવા માટે સાબરમતી અને અન્ય સ્ટેશન ઉપર નહીં જવું પડે,
આ પ્રસંગે ( DRM) ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી તરુણ જૈન,વરિષ્ઠ ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી પવન કુમાર સિંહ,વરિષ્ઠ ડિવિઝનલ એન્જિનિયર (સમન્વય) શ્રી વિકાસ ગઢવાલ અને રેલ્વે સ્ટેશન અધિકારી અને અન્ય કર્મચારી ઉપસ્થિત
રહ્યા હતા.
Report by :- Keyur Thakkar
Ahmedabad
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.