વલ્ડૅ સ્પેશ વીકની શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે ઉજવણીકરવામાં આવી
વલ્ડૅ સ્પેશ વીકની શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે ઉજવણી
સ્પેશ યાન અને ઈસરો અંગે જાણકારી સાથે વિવિધ સ્પર્ધાઓ
શ્રી વી. ડી. પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે રમણ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન તથા ડો. ચંદ્રમૌલી જોષી અને જે.કે. ઠેસિયાના માગૅદશૅન હેઠળ ડો.એ.પી.જે. અબ્દુલ કલામ યંગ સાયન્સીસ્ટ સેન્ટર દ્વારા વિશ્વ અવકાશ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સપ્તાહ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.જેમાં ડો. વિક્રમ સારાભાઈ , ડો.અબ્દુલ કલામ, કલ્પના ચાવલા જેવા વૈજ્ઞાનિકો ની વિવિધ સિધ્ધીઓ વિશેના વકતવ્યો,વિશ્વમાં અંતરિક્ષ ક્ષેત્રે ઈસરોનું યોગદાન અંગે નિબંધ લેખન,અવકાશ અંગેની માહિતીના ન્યૂઝ પેપર કટીંગ કલેકશન ,ભારતે છોડેલા ઉપગ્રહોના મોડેલ્સ માહિતી સાથે રજુઆત, સોલાર સિસ્ટમ અંગેની માહિતી દર્શાવતા ચાટૅ,વિવિધ વૈજ્ઞાનિકોને ઓળખચિત્ર,સ્પેશ અંગેની કિવઝ ,વિવિધ ગ્રહોની વેશભૂષા ધારણ કરી ગ્રહ વિશે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર સપ્તાહ દરમિયાન ધો. ૧ થી ૧૨ ના વિધાર્થીઓએ ભાગ લીધો હતો.અને ઈસરો દ્વારા છોડેલા વિવિધ ઉપગ્રહોના આકષૅક મોડેલ બનાવ્યા હતા.જેના માટે સંસ્થાના અધ્યક્ષ જે. કે. ઠેસિયાએ સરાહના કરી હતી અને તે અંગે વધુ માહિતગાર કરી બાળકો સાથે ચર્ચા ગોષ્ઠિ કરી હતી.નિયામકશ્રી સુરેશ ફૂલમાળીયાએ સમગ્ર વીકનું સફળ સંચાલન કરેલ હતું તેમજ મણીલાલ ભેસાણીયાએ માગૅદશૅન પુરૂ પાડેલ હતું. શાળાના આચાર્ય પ્રફુલ વાડદોરીયાએ સફળ આયોજન માટે સમગ્ર શાળાના સ્ટાફ તથા વિધાર્થીઓને અભિનંદન આપ્યા હતા
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.