બોરિયા ચારી પાસે મુખ્ય પાનમ કેનાલ પસાર થતા પુલની રેલીંગ તૂટેલ હાલતમાં અવર જવર કરતા લોકોમાં ભયનો માહોલ - At This Time

બોરિયા ચારી પાસે મુખ્ય પાનમ કેનાલ પસાર થતા પુલની રેલીંગ તૂટેલ હાલતમાં અવર જવર કરતા લોકોમાં ભયનો માહોલ


પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચારી બોરીયાપાસેથી પસાર થતી પાનમ કેનાલ પસાર થાય છે ત્યાં વર્ષો જૂનો પુલ બનાવવા માં આવેલ છે હાલ જર્જરિત હાલતમાં પુલની રેલીંગ તૂટેલ હાલતમાં જોવા મળી રહી છે રાત દિન વાહનોની અવરજવર વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે જેને લઈને અવર જવર કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આહિયાથી પસાર થતા વાહનો શહેરાથી બોરિયા સુંદરીયા ,મોર ,ઉંડારા ચારી ખૂટખર બલુ જીના મુવાડા કોઠા આસુંદરીયાઆંબલીયા જતા વિવિધ ગામોને જોડતો સંતરામપુર તરફ ગામોને જોડતો રસ્તો હોય અને મુખ્ય કેનાલ પુલની રેલીંગ તૂટેલ હાલતમાં હોય અને સાંકડા પુલ ને લઇને અકસ્માત થાય તેવી ભિતી સેવાઈ રહી છે તંત્રની ધોર બેદરકારીને કારણે દુર્ઘટના બને તેવી સંભાવના લાગી રહી છે લગતા વળગતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ધ્યાન દોરી તેનું સમારકામ કરવામાં આવે અને નિયમ અનુસાર પુલની પહોળાઈ લંબાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે જેને કારણે મોટી દુર્ઘટના બનતી ટળે

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.