"સખી" વન સ્ટોપ સેન્ટર મહીસાગર સ્ટાફ દ્વારા શિવમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે મહિલાલક્ષી જાગૃતિ શિબિરનું આયોજન - At This Time

“સખી” વન સ્ટોપ સેન્ટર મહીસાગર સ્ટાફ દ્વારા શિવમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે મહિલાલક્ષી જાગૃતિ શિબિરનું આયોજન


આજ રોજ 8/10/2022ના ભારત સરકાર પુરસ્કૃત, મહિલા અને બાળવિકાસ વિભાગ, મહીસાગર અને સારથી સંસ્થા સંચાલિત "સખી" વન સ્ટોપ સેન્ટર મહીસાગર સ્ટાફ દ્વારા ... શિવમ ઇન્સ્ટિટ્યૂટ લુણાવાડા ખાતે સંચાલક વિક્રસિંહ ખાંટ તથા સ્ટાફ સહકારથી મહિલાલક્ષી જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં સખી વન સ્ટોપ સેન્ટરના મહીસાગરના કેન્દ્રસંચાલક:- દીપિકાબેન ડોડીયાર તેમને સખી વન સ્ટોપ યોજના વિશે તથા મુશ્કેલી ના સમયે 181 મહિલા હેલ્પ લાઇન માં કોલ કરીને હેલ્પ લેવી..,મહિલા પોલીસ સ્ટેશનના Asi જશીબેનને મહિલાના આવતા કેશો વિશે ચર્ચા કરી સી-ટીમની કામગીરી વિશે સપૂણ માહિતી આપેલ તથા સી-ટીમ:- વિમળાબેન,ઈન્દુ બેન , FFWCમેમ્બર :- સોનલબેન પડ્યાં સાઇબર ક્રાઇમના કેશો વિશે માહિતી આપેલ. આમ કોલેજ માં આવતા જતા પોતાની સેફટી પહેલા રાખવી આમ, સંકલનથી મહિલાલક્ષી તમામ યોજનાકીય માહિતી આપી પત્રિકા વિતરણ કરી અને પ્રચાર પ્રસાર કરવામાં આવેલ હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.