મહમદપુરા ગામ નજીક આઇસર ટ્રકનું ટાયર ફાટતા પલટી મારી ગઈ હતી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ylhybummmfrbz2kv/" left="-10"]

મહમદપુરા ગામ નજીક આઇસર ટ્રકનું ટાયર ફાટતા પલટી મારી ગઈ હતી


સમી:સમી તાલુકાના મહમદપુરા ગામ નજીક સમી ના માલ ગોડાઉન માંથી સમી તાલુકાના બિસ્મિલ્લાબાદ ખાતે માલ ખાલી કરવા માટે જઈ રહેલ આઇસર ટ્રકનું અચાનક આગળ નું ટાયર ફાટતા ટ્રક પલટી મારી ગઈ હતી. જોકે અંદર બેઠેલ ત્રણ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. સમી તાલુકાના સરકારી માલ ગોડાઉન માંથી ગામડાઓમાં સસ્તા અનાજની દુકાને પહોંચાડવામાં આવતા માલ ભરેલી આઇસર ટ્રક Gj 16 w 8610 નંબરની ટ્રક મહમદપુરા નજીક પલટી મારી ગઈ હતી. માહિતી પ્રમાણે કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]