ધંધુકા તાલુકાના વાસણા ગામમાં પાણીનો કકળાટ શરૂ થયો. - At This Time

ધંધુકા તાલુકાના વાસણા ગામમાં પાણીનો કકળાટ શરૂ થયો.


અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વાસણા ગામમાં પાણીનો કકળાટ શરૂ થયો.
ઘણા મહિનાઓથી પરેશાન નાગરિકોએ ગ્રામ પંચાયતની વિતરણ વ્યવસ્થા ની ફરિયાદ તાલુકા વિકાસ અધિકારીન ભૂવાત્રા ને આવેદનપત્ર સાથે સન્માન કરી ગાંધીગીરી કરી.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વાસણા ગામમાં છેલ્લા ઘણા મહિનાઓથી પાણીની પાઇપલાઇન માં ઘણા વિસ્તારોને પાણી નહીં મળતું હોવાથી ફરિયાદ ઉઠવા પામી છે ગ્રામ પંચાયત વાસણા દ્વારા વિતરણ કરાતું પાણી નાગરિકોને નહીં મળતા નાગરિકોએ ધંધુકા તાલુકા વિકાસ અધિકારી એચ એફ ભૂવાત્રા ને આવેદનપત્ર પાઠવી તેમનું સન્માન કરી ગાંધીગીરી કરી રજૂઆત કરી હતી.
પ્રાપ્ત આધારભૂત માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વાસણા ગામમાં વોર્ડ નંબર પાંચ અને છ ના પ્લોટ વિસ્તારના નાગરિકોને પાઇપલાઇન મારફત ગ્રામ પંચાયત વાસણા દ્વારા પાણી નહીં મળતું હોવાની ફરિયાદ નાગરિકોએ તાલુકા વિકાસ અધિકારી એચ એફ ભૂવાત્રા નું સન્માન કરી આવેદનપત્ર આપી ઘટતું કરવા રજૂઆત કરી હતી જે આવેદનપત્રમાં એવા મતલબ ની રજૂઆત કરાઈ હતી કે અમો વાસણા ગામના નાગરિકોની પાણીના પ્રશ્નની રજૂઆત છે વાસણા ગામ પંચાયતની પાણી વિતરણ વ્યવસ્થામાં ખામી હોવાના કારણે ઘણા મહિનાઓથી પ્લોટ વિસ્તારના વોર્ડ નંબર પાંચ તથા છ માં પાણી પહોંચતું નથી ઘણા મહિનાઓથી આ અગવડ છે સરપંચ શ્રી ને અમારા દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં અમારા પાણીના પ્રશ્ન કોઈ ગંભીરતા દાખવવામાં આવતી નથી જેથી અમોને આપને રજૂઆત કરવાની ન છૂટકે ફરજ પડી છે અમારા ગામમાં પાણી માટે કોઈ વાલ નથી જેના કારણે જ્યાં મળે ત્યાં પાણી પૂરતું મળે છે અને અમારા વિસ્તારમાં મળતું નથી જે માટે આપ સાહેબ દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી થાય તે માટે અમારી નમ્ર વિનંતી છે વાસણા ગામ લોકોને રજૂઆતના પગલે ધંધુકા તાલુકા વિકાસ અધિકારી એચ એફ ભૂવાત્રા એ ઘટતું કરવાની ખાતરી આપી હતી અત્રે ઉલખનીય છે વાસણા ગામની પ્રાથમિક શાળાને પણ પાઇપલાઇન નું પાણી ઘણા સમયથી મળતું નથી.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.